વર્ષનો છેલ્લો મહિનો શરૂ થવાનો છે. ડિસેમ્બર મહિનામાં બુધ બે વખત રાશિ પરિવર્તન કરી રહ્યો છે. પહેલુ ગોચર ધન રાશિમાં 3 ડિસેમ્બરે શનિવારે સવારે 6 કલાકે ને 34 મિનિટે થશે અને બીજુ ગોચર મકર રાશિમાં 28 ડિસેમ્બર બુધવારે થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. ખરેખર, બુધ બુદ્ધી અને શક્તિનુ પ્રતિક માનવામાં આવે છે. બુધનો આ ગોચર તત્વજ્ઞાનીઓ, સલાહકારો અને શિક્ષકો માટે ફળદાયી સિદ્ધ રહેશે. તો આવો જાણીએ કે આ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ ગોચર ફળદાયી સિદ્ધ થશે. આ દરમ્યાન તમે બીજાને ખૂબ સરળતાથી પ્રભાવિત કરી શકશો. તમને પોતાની કારકિર્દીમાં વૃદ્ધી જોવા મળશે. કારકિર્દીમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. આરોગ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી પડશે. ધર્મ કર્મના કામોમાં રૂચિ વધશે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે.
વૃષભ રાશિ
આ સમયે તમે કોઈ નવા વેપારની શરૂઆત કરી શકો છો. મહેનતનુ સકારાત્મક પરિણામ મળશે. આરોગ્ય માટે ખાવા-પીવાનો વધુ ખ્યાલ રાખો. આ સમય નાણાની બચત કરવા માટે ઉપયોગી છે. પરિવારની સાથે સારો સમય વિતાવો. લાંબી મુસાફરીની સંભાવના બની રહી છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરશે, તેમને લાભ થશે.
કર્ક રાશિ
આરોગ્યમાં આ સમયે લિવરની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ગોચરથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કાર્યક્ષેત્રમાં ઊંચુ પદ પ્રાપ્ત થશે. દામ્પત્ય જીવન સુખમયી થશે.
સિંહ રાશિ
બુધનો ધન રાશિમાં ગોચર એવા જાતકો માટે લાભદાયી સિદ્ધ થશે, જે સટ્ટા બજાર જેવા કે શેર માર્કેટ, સ્ટોક માર્કેટ વગેરે સાથે સંકળાયેલા છે, તેમને પોતાની ડીલિંગ અને રોકાણથી લાભ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે. પરિવારમાં અંદરના મતભેદ સમાપ્ત થશે.
કન્યા રાશિ
બુધનો આ ગોચર તમારા ઘરમાં ખુશી લઇને આવશે. પરિવારની સાથે સંબંધ મજબૂત થશે અને તેનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વાહન ખરીદવાના યોગ બની રહ્યાં છે. વેપારમાં સારા અને લાભદાયી કરાર કરવામાં સફળ થશો.