હિન્દુ ધર્મમાં એવી માન્યતાઓ પણ છે જેનો સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે. જ્યારે કેટલીક માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત થયેલી છે, જેના કારણે તેનું પાલન થતું રહે છે. આજે તમને હનુમાન સાથે જોડાયેલી એક માન્યતા વિશે જણાવી રહ્યા છીએ. જેને જાણ્યા પછી તમારા મનમાં ઉઠી રહેલા સવાલોનું નિરાકરણ થઈ જશે. આવા જાણીએ શું છે હકીકત. તમે ઘણી વખત આ વાત સાંભળી હશે કે મહિલાઓ કે કુંવારી કન્યા હનુમાનજીની પૂજા નથી કરી શકતી. તેઓ હનુમાનની મૂર્તિને સ્પર્શ નથી કરી શકતા.
મહિલાઓ હનુમાનજી સાથે જોડાયેલી પૂજા-વિધિ કાર્યો નથી કરી શકતી. હિન્દુ ધર્મમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે. આ તમામની પૂજાના નિયમો અલગ-અલગ છે.આ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય પણ કરાય છે. પણ મહિલાઓની વાત કરીએ તો કોઈ દેવી દેવતાની પૂજા નથી કરી શકતા, આવા કોઈ નિષેધ નિયમ હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખિત નથી. હિન્દુ શાસ્ત્ર મહિલાઓને હનુમાનજીની પૂજાની મનાઈ નથી.
શાસ્ત્રો મુજબ મહિલાઓ હનુમાનજીની પૂજા જરુર કરી શકે છે, પણ તેની સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન કરીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ.શાસ્ત્રો મુજબ સ્ત્રીઓ પણ પુરુષોની જેમ હનુમાનજીની પૂજા ઉપાસના કરી શકે છે, તથા મંદિરમાં જઈને પ્રસાદ પણ ચઢાવી શકે છે. માત્ર લાંબા અનુષ્ઠાન કરવામાં પ્રાકૃતિક તકલીફ નડે છે. માટે હનુમાન ચાલીસાના પ્રતિદિન ૫થી ૧૦ પાઠ કે ૧૦ દિવસમાં ૧૦૦ પાઠનું અનુષ્ઠાન કરી શકે છે.
આ સિવાય હનુમાનજીની પૂજામાં દીવો અર્પિત કરી શકે છે. ગુગળની ધૂની કરી શકે છે. મહિલાઓ હનુમાન ચાલીસા, સંકટ મોચક, હનુમાકષ્ટક, સુંદરકાંડ વગેરે પાઠ કરી શકે છે. મહિલાઓ હનુમાનજી માટે પોતાના હાથે પ્રસાદ બનાવીને તેમને ધરાવી શકે છે અને તે પ્રસાદ પોતાના હાથે અર્પિત પણ કરી શકે છે. સ્ત્રીઓ આચમન નથી કરી શકતી. પૂજા દરમિયાન કે તેના પહેલા કોઈ સમયે પંચામૃત સ્નાન નથી કરી શકતી. કપડું સમર્પિત નથી કરી શકતી. તે હનુમાન દાદાને જનોઈ પણ અર્પિત નથી કરી શકતી. આ સિવાય દંડવત પ્રણામ નથી કરી શકતી.