વૃષભ રાશિમાં મંગળના ગોચરથી 47 વર્ષ બાદ સર્જાયો અશુભ યોગ.આ 3 રાશિ થઈ જજો સાવધાન

Uncategorized

દરેક ગ્રહ સમય પપ્રમાણે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા હોય છે. ગ્રહના સેનાપતિ મંગળે 13 નવેમ્બરના રોજ વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર કર્યું છે, જે 12 માર્ચ, 2023 સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષ અનુસાર મંગળના આ ગોચરને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો મંગળ વક્રી અવસ્થામાં રાશિ બદલે તે એક દુર્લભ ઘટના છે.

તમને જાણીને નવાઈ લાગશે કે  અગાઉ મંગળે 14 ડિસેમ્બર, 1975ના રોજ આ પ્રકારે રાશિ બદલી હતી અને હવે આ યોગ છેક 47 વર્ષ બાદ આવી રહ્યો છે. 47 વર્ષ બાદ મંગળ ફરી એકવાર વૃષભ રાશિમાં ગયો છે. જ્યોતિષીઓ જણાવે છે કે, મંગળના આ દુર્લભ સંયોગ બાદ અનેક રાશિના લોકોએ વિશેષરૂપે સાવચેત રહેવાની જરૂર છે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળના કારણે દેશમાં આંદોલન, હિંસા, ઉપદ્રવ અને આગની દુર્ઘટનાની સ્થિતિ બની શકે છે. હવા કે પાણી સાથે જોડાયેલી દુર્ઘટનાની પણ શક્યતા છે. દેશના થોડાં ભાગમાં બરફ વર્ષા અને વરસાદ થઈ શકે છે.

મેષ રાશિ

વક્રી મંગળનું વૃષભ રાશિ માં ગોચર મેષ રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. પરિવાર સાથે ઝઘડાની સ્થિતિ સર્જાઈ શકે છે. આર્થિક મોરચે ધનહાનિ થવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડ અને રોકાણના મામલામાં ખૂબ કાળજી રાખવી પડશે. કરિયરની દૃષ્ટિએ પણ આ રાશિ પરિવર્તન તમારા માટે સારું માનવામાં આવતું નથી.

તુલા રાશિ

વૃષભ રાશિમાં રહેલ મંગળ તુલા રાશિના લોકો માટે પડકારજનક રહેશે. સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમે માનસિક તણાવથી પણ પરેશાન થઈ શકો છો. તમને આર્થિક મોરચે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ સમયે, લોકો સાથે તમારું વર્તન તદ્દન અલગ હશે, જેના કારણે ઓફિસમાં સહકર્મીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે.

મકર રાશિ

વક્રી મંગળની ખરાબ અસર  મકર રાશિના બાળકોના વર્તન અને નજીકના સંબંધો પર પડશે. બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. વિવાહિત જીવનમાં ખટાશ આવી શકે છે. નજીકના મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. રોકાણ સંબંધિત બાબતોમાં પણ તમારે ખૂબ કાળજી રાખવી પડશે. આ દરમિયાન લોનમાં આપેલા પૈસા પણ ડૂબી શકે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *