આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ અંગ છે. હંમેશાથી ભારતીય લોકો તેનું નિયમાનુસાર પાલન કરતા આવ્યા છે અને સારું જીવન જીવતા આવી રહ્યા છે. આજનાં આધુનિક યુગમાં પણ ઘણા એવા લોકો છે, જેમને વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર ઉપર ખૂબ જ વિશ્વાસ છે.
ભારત એક અત્યંત પ્રાચીન સભ્યતા વાળો દેશ છે. અહીંયા ઘણી એવી માન્યતા અને રિવાજ છે, જે પ્રાચીન કાળથી ચાલતા આવી રહેલ છે. અમુક એવા લોકો પણ છે જે ભારતીય સંસ્કૃતિની આ જૂની માન્યતાઓને બક્વાસ માને છે.
આવા જ લોકો જીવનમાં અનેક પરેશાનીઓથી ઘેરાયેલા રહે છે. પૈસા હોવાનો મતલબ એવો નથી કે તમને જીવનમાં કોઈ પરેશાની નહીં થાય. ઘણા પૈસા વાળા લોકો પણ એવા છે, જેમના જીવનમાં પરેશાનીઓ રહેલી છે. અમુક એવા પણ લોકો છે જે માન્યતાઓ અનુસાર કામ કરે છે અને તેમાં પોતાની અતૂટ શ્રદ્ધા રાખે છે.
તમે જાણતા જ હશો કે ભાગ્ય કોઈનું હોતું નથી, આજે તમારી સાથે ચાલી રહ્યું છે તો કાલે તમારી વિરુદ્ધ પણ હશે. ભાગ્ય અથવા કિસ્મત એવા શબ્દ છે જે હંમેશાં સાંભળવા મળે છે. ઘણા લોકો એવા હોય છે જે જીવનમાં પોતાની સફળતાનો શ્રેય ભાગ્યને આપે છે. સફળતા તે લોકોને મળે છે જે સાચા મનથી અને ઈમાનદારીથી મહેનત કરે છે. ફક્ત પૈસા થી ખુશ રહી શકાતું નથી. સમય વિશે કહેવામાં આવે છે કે તે સૌથી બળવાન હોય છે, પરંતુ એક હકીકત એવી પણ છે કે તે કોઈના માટે રોકાતો નથી. પરંતુ ઘણા લોકોને જીવનમાં ઈમાનદારી સાથે સખત મહેનત કર્યા બાદ પણ અસફળતાનો સ્વાદ ચાખવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર માં એવું કહેવામાં આવે છે કે અમુક એવા કામ હોય છે જેને રાત્રે સુતા પહેલા કરવા જોઈએ, આવું કરવાથી ખરાબ સમયને ટાળી શકાય છે અને આપણા પરિવાર અને જીવનમાં સારો સમય આવે છે.
પોતાના મનમાં કોઈ વ્યક્તિ માટે ખરાબ ભાવના રાખવી નહીં અને કોઈ વ્યક્તિને નુકસાન અથવા દુઃખ પહોંચાડવું નહીં.
તમને રાત્રિના સમયે ખરાબ સપના આવે છે અથવા તો ડર લાગે છે, તો સૂતા સમયે પોતાના તકિયા નીચે હનુમાન ચાલીસા રાખીને સૂવું. હનુમાનજીની કૃપાથી તમને કોઈપણ ભય આવશે નહીં.
દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. ખૂબ જ જલ્દી તમારો ખરાબ સમય દૂર થઈ જશે. આવું કરવાથી તમને થોડા દિવસોમાં જ સકારાત્મક પરિણામ જોવા મળશે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
રાત્રે સુતા પહેલા એક તાંબાના લોટામાં પાણી ભરીને પોતાના તકિયાની પાસે રાખવું અને સવારે ઊઠીને આ પાણીને કોઈ છોડમાં નાખી દેવું. આવું કરવાથી તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જશે.