આપણા ગુજરાતમાં નાના મોટા કેટલાય પવિત્ર દેવી અને દેવતાઓના સ્થાનકો આવેલા છે આ બધા જ સ્થાનકોમાં ભક્તો દર્શને ઘણી મોટી સંખ્યામાં જતા હોય છે. આજે આપણે એવા જ એક અંબાજી મંદિર વિષે જાણીએ જે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલું છે.
સૌરાષ્ટ્રની ધરતી પર કેટલાય સાધુ સંતો થઇ ગયા અને તેથી જ આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે.જૂનાગઢના ગિરનાર પર્વતને વિષે બધા જ લોકો જાણતા હશે, ગિરનારની જટામાં ટોટલ 866 જેટલા દેવી અને દેવતાઓના મંદિરો આવેલા છે.
અહીંયા જતા ભક્તોને ચાર કલાક જેટલો ચાલીને સમય લાગે છે અને માતાજીના દર્શન કરવાથી જ ભક્તોના જીવનમાં ધન્યતાનો અનુભવ થાય છે. માતાજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે અને દર્શન માત્રથી જ ભક્તોના મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી જ દૂરથી ભક્તો અહીંયા માતાજીના દર્શને આવીને સુખ શાંતિનો અનુભવ પણ કરે છે. માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોના દુઃખો દૂર કરે છે.
ગિરનાર પર્વત પર માં અંબે સાક્ષાત બિરાજમાન છે, અહીંયા ભક્તો ઘણી મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે.
માં અંબે ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન છે. મુખ્ય મંદિરમાં જવા માટે કુલ 9999 પગથિયાં ચડીને માં અંબા ના દર્શન કરવા માટે જવું પડે છે. અહીં ગર્ભ ગૃહમાં માં અંબેના મુખ સ્વરૂપે દર્શન થાય છે.
ભક્તો માં અંબાના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે. જો કોઈ નિઃસંતાન દંપતી સાચા મનથી માં અંબાની માનતા માને તો તે ભક્તના ઘરે પારણું બંધાય તેવા આશીર્વાદ આપે છે. માતાજીનું આ મંદિર 13 મી સદીનું હોવાનો ઇતિહાસ છે. માતાજીનું આ મંદિર સોલંકી વંશજ રાજાના મુખ્ય મંત્રી વાસ્તુપાલે આ મંદિર બંધાવ્યું હતું.