દેશમાં જેટલા પણ ભગવાન રામના મંદિર છે તેટલા જ બજરંગબલીના મંદિર પણ છે. ભગવાન હનુમાનનું નામ જપીને ભક્તોના અનેક સંકટ દૂર થઈ જાય છે. દેશમાં હનુમાનજીના અનેક ચમત્કારી મંદિર છે. તેમાંથી એક મંદિર ઊંઘા હનુમાનજીનું છે.
અહીં હનુમાનજી માથાના ભાગે ઊંધા ઊભા છે. ઊંધા હનુમાનનું આ પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઈન્દોરથી 30 કિમીન દૂર સાંવેર ગામમાં આ ઊંધા હનુમાનજી વિરાજે છે. આ પ્રાચીન મંદિરમાં સ્થાપિત બજરંગબલીની પ્રતિમા સંભવતઃ વિશ્વની એકમાત્ર પ્રતિમા છે જેમાં હનુમાનજીના ઊંધા ઊભા રહેવાનું સ્વરૂપ છે. આ મંદિર ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર છે.
લોકવાયકા મુજબ રામાયણ કાળમાં જ્યારે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અહિરાવણ પોતાનું રૂપ બદલીને ભગવાન રામની સેનામાં સામેલ થયા. આ પછી રાતના સમયે બધા સૂઈ રહ્યા હતા ત્યારે અહિરાવણ પોતાની માયાવી શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને મૂર્છિત કરીને પોતાની સાથે પાતાળ લોક લઈ ગયા
જ્યારે વાનર સેનાએ આ વાત જાણી તો હડકંપ મચી ગયો. જ્યારે હનુમાનજીને આ વાતનો ખ્યાલ આવ્યો તો અહિરાવણને શોધતા તેઓ પાતાળ લોક પહોંચ્યા અહીં હનુમાન દાદાએ અહિરાવણનો વધ કર્યો અને ભગવાન રામ અને અનુજ લક્ષ્મણજીને પરત લાવ્યા.
એવું માનવામાં આવે છે કે સાંવરે જ એ સ્થાન હતું જ્યાંથી હનુમાનજીને પાતાળ લોકમાં લઈ જવાયા હતા. જ્યારે તેઓએ અહીં જવા માટે પ્રવેશ કર્યો ત્યારે તેમના પગ આકાશ તરફ હતા અને માથું ધરતી તરફ હતું.
આ કારણે હનુમાનજીની ઊંધા સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરમાં પવનપુત્રની આ અદ્ભૂત પ્રતિમાના દર્શનને માટે દેશભરમાંથી ભક્તો આવે છે અને ભગવાન શંકર અને પાર્વતીની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત કરાઈ છે. મધ્યપ્રદેશ માં આવેલ હનુમાન દાદાના આ ચમત્કારી મંદિરે પોહચવા માટે ઇન્દોર પહોંચીને સડક માર્ગે આ મંદિરની મુલાકાત લઈ શકાય છે.
ઊંધા હનુમાનને લઈને માન્યતા છે કે આ મંદિરમાં જો કોઈ પણ વ્યક્તિ 3 કે 5 મંગળવાર સુધી બજરંગબલીના દર્શન કરવા માટે સતત આવે છે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. એટલું નહીં તેની દરેક મનોકામનાઓ પૂરી થાય છે. મંદિરમાં મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાની માન્યતા છે. દાદા પોતાના ભક્તોની દરેક ઇચ્છાઓને પુરી કરે છે.