દરેક ધર્મની અંદર દાનકાર્યને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આ સાથેજ જરૂરીયાતમંદને દાન કરવું સૌથી મોટું પુણ્ય મળે છે અને આમ કરવાથી આપણને સારા આશીર્વાદ પણ મળે છે. હિંદુ ધર્મની અંદર તહેવારના દિવસે દાનકાર્યને શુભ માનવામાં આવે છે. એમાય તીજનો દિવસ દાન કર્યા વગર પૂરો નથી માનવામાં આવતો. ધર્મ શાસ્ત્રો મુજબ તમે અમુક વસ્તુને છોડી કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો. કેટલીક એવી વસ્તુ છે જેનું દાન કરવાથી ઉંધી અસર થયા છે અને અસુભ માનવામાં આવે છે.
વાસી ભોજન
કોઈ પણ ભૂખ્યા વ્યક્તિને ભોજન જમાડવાથી ખુબ સારું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય વાસી ભોજન કોઈને જમાડવું જોઈએ નહિ. જો તમે ધર્માત્મા બનવાના ચક્કરમાં વાસી ભોજન આપો છો તો તમારા પરિવારે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
ફાટેલા ચોપડા
ઘણા લોકો પુસ્તક દાનને પણ ખુબજ મહત્વ આપે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ હાલતમાં કોઈને પણ ફાટેલા ચોપડા કે ગ્રંથ આપવું જોઈએ નહિ આવું કરવાથી સરસ્વતી નારાજ થઇ જાય છે. ફાટેલા ચોપડા આપવું યોગ્ય માનવામાં આવતું નથી. એનું પરિણામ તમારા બાળકોનો અભ્યાસ કમજોર કરી શકે છે.
તીક્ષ્ણ વસ્તુઓ
તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે કાતર, છરી અથવા અન્ય કોઈપણ જરૂરિયાતમંદને ક્યારેય દાનમાં ન આપવી જોઈએ. આ વસ્તુઓ બીજાને નુકસાન પહોંચાડે છે. આવું કરવાથી ભાગ્ય ગુસ્સે થઈ જાય છે. સાથે જ પરિવારમાં કષ્ટ પણ વધવા લાગે છે.
સાવરણી
સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે ભૂલીને પણ દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે જે લોકો પોતાના ઘરની સાવરણી દાન કરે છે, તેમને ગરીબીનો સામનો કરવો પડે છે અને અનેક પ્રકારની બીમારીઓ પણ તેમને ઘેરી લે છે.
તેલ
ઘરમાં વપરાયેલ અથવા બગડેલું તેલ દાન કરવું અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પરિવારને ખરાબ અસરનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે એકવાર શનિદેવ કોઈના પર ગુસ્સે થઈ જાય તો તેમના જીવનની ગાડી ઝડપથી પાટા પર નથી આવતી.