જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ અને નક્ષત્રની ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સાફ જોવા મળે છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પછી તેના સ્થાનમાં પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને કેતુ ગ્રહ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ બંને ગ્રહ હંમેશા વક્રી ચાલ ચાલે છે અને તેમને માયાવી ગ્રહ માનવામાં આવે છે.
આ બંનેના ગોચરના લીધે બધી રાશિઓ પર તેના પ્રભાવ જોવા મળશે. આ પ્રભાવ શુભ પણ હોય શકે અને અશુભ પણ. વર્ષ 2022 માં રાહુ અને કેતુ ગ્રહે રાશિ ગોચર કર્યુ હતુ અને આવતા વર્ષે એટલે કે 2023 માં પણ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. રાહુ ગોચરને શનિ ગોચરની જેમ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. કારણકે તેની જીવન પર મોટી શુભ અને અશુભ અસર પડે છે. આ સમયે રાહુ મેષ રાશિમાં છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાહુ 30 ઓક્ટોબર 2023 થી બપોરે 12 કલાકે ને 30 મિનિટે વક્રી ચાલ ચાલીને મેષ રાશિમાંથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આમ કરવાથી 12 રાશીઓના જાતકો પર તેની અસર દેખાશે. તો ચાલો આવો જાણીએ વર્ષ 2023નો આ રાહુ ગોચર કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર રાહુના ગોચરની સારી અસર દેખાશે. તેમને આ રાહુનો ગોચર વધુ ધનલાભ કરાવશે. આવકમાં વધારો થઇ શકે છે અને આવકના નવા સ્ત્રોત બનશે. રાહુનો ગોચર કાલે મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિને સતત મજબૂત બનાવશે. નોકરી કરતા લોકો અને વેપારી વર્ગને ખૂબ લાભ થશે. સમાજમાં તમારું માન અને સન્માન વધશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુનુ રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકોને કારકિર્દીમાં મોટી પ્રગતિ કરાવશે. તેમને પદ માં વધારો થઈ શકે છે. વેપારીઓ અને ધંધાદારીઓ માટે તો આ સમય વધુ ફળદાયી રહેશે. તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો. નવુ ઘર અને ગાડી ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમારા અટકેલા કામ પૂરા થશે. તમારે ધૈર્ય અને સમજદારીથી કામકાજ લેવું પડશે.
મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે અને તેની સૌથી વધુ અસર આ રાશિના જાતકોને થશે. તમારી આર્થિક સ્થિતિ માં સુધારો થશે. રાહુ મીન રાશિના જાતકોને ખૂબ ધન દોલતમાં વધારો કરશે. આર્થિક સ્ત્રોત વધશે. આ સાથે અણધાર્યા સ્ત્રોતમાંથી પણ પૈસા મળશે. આ સમયે પૈસા રોકાણ કરશો તો પણ લાભ થશે.