પેટલાદની આ દીકરીને NRI યુવકના ખોવાઈ ગયેલા ૨૫ લાખ રૂપિયા મળતા,દીકરીએ જે કર્યું તેનાથી આખું ગુજરાત આજે કરી રહ્યું છે તેની પ્રશંશા

Uncategorized

આજના સમયની અંદર પૈસાનું મહત્વ એટલું વધુ ગયું છે કે લોકો પૈસાના મોહમાં સબંધોને પણ ભૂલી જવા લાગ્યા છે. આજના ભાગદોડ ભરેલા સમયની અંદર ઈમાનદાર લોકો મળવા ખુબજ મુશ્કેલ છે. પણ અમુક સમયે આપણી સમક્ષ ઇમાનદારીના એવા બનાવો સામે આવે છે જેના થકી આપણને તેમના તરફ માન વ્યક્ત કરવાની ઈચ્છા થઇ જાય છે. તાજેતરમાં એક આવુજ ઈમાનદારીનું ઉદાહરણ સામે આવ્યું છે.

જેમાં એક દીકરીએ પોતાની ઈમાનદારી બતાવીને લોકોને વિચારતા કરી દીધા. પેટલાદમાં રહેતા ફિરોજભાઈ નામના વ્યક્તિ ગેરેજ ચલાવે છે. તેમની દીકરી હુમા ગઈકાલે પાણીપુરી ખાવા માટે નીકળી હતી. જ્યાં હુમાની અચાનક નજર રોડ પર પડેલા પર્સ પર પડતા તે પર્સ લઈને ઘરે આવી ગઈ હતી અને આખી વાત પોતાના પરિવારને જણાવી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ પર્સની અંદર જોયું તો આશરે ૩૦ હજાર અમેરિકી ડોલર હતા.

જેની ભારતમાં કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા જેટલી થતી હતી. પર્સની તાપસ કરતા આ પૈસા જતીન ભાઈના હોવાનું જાણવા મળ્યું. પણ પર્સમાં એવી કોઈ જાણકારી નહતી કે જેનાથી જતીન ભાઈને સંપર્ક થઇ શકે. તો પરિવારના લોકોએ ઈમાનદારી દાખવી અને તે પૈસા મૂળ માલિકને પહોંચાડવાનું નક્કી કર્યું. ૨ કલાકની ભારે જહેમત બાદ સોશિયલ મીડિયા દ્વારા જતીન ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમનો સંપર્ક થતા તેમને પોતાના પૈસા પાછા આપવામાં આવ્યા

જતીનભાઈને પોતાની મહેનતના રૂપિયા પરત મળી જતા તેમને હાશકારો થયો હતો. તેમને દીકરીની ઈમાનદારીની ખુબજ પ્રશન્શા કરી હતી એને આજે સોશિયલ મીડિયા પર પણ હુમાની ખુબજ પ્રશંશા કરી હતી કારણે કે ૨૫ લાખ રૂપિયા જોઈને ભલભલાની દાનત બગડી જતી હોય છે. આજના સમયની અંદર ઈમાનદારીના આવા ઉદાહરણ ખુબજ ઓછા જોવા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *