જ્યોતિષ શાસ્ત્રમાં બની રહ્યા યોગ સિવાય ગ્રહોના ગોચરથી બનતા શુભ અને અશુભ યોગ પણ માનવ જીવન માટે ખુબ જ મહત્વના માનવામાં આવે છે. કેટલાક એવા મુખ્ય ગ્રહો છે જેને જ્યોતિષની દુનિયામાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે.
આવી સ્થિતિમાં, આ વાત તો સ્પષ્ટ છે કે આ ગ્રહોના ગોચર અથવા રાશિ પરિવર્તન થી આપણા જીવન પર ચોક્કસપણે અસર થાય છે. ગ્રહ ગોચર અને ગ્રહોની યુતિથી બનતા યોગ દરેક 12 રાશિના જાતકોના જીવન પર મોટો પ્રભાવ પડે છે. એવો જ એક શુભ યોગ ગજકેસરી યોગ છે. જે જાતકોની કુંડળીમાં ગજકેસરી યોગ બને છે
તેઓ જીવનમાં અપાર ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને માન, સન્માન મેળવે છે. કહેવાય છે કે ગજકેસરી યોગના કારણે વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે. આવતી 24 નવેમ્બરે ગુરુ ગ્રહ માર્ગીય થવા જઈ રહ્યા છે. 3 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે. ચાલો જાણીએ માર્ગીય ગુરુ અને ગજકેસરી યોગ કઈ રાશિના જાતકોનું ભાગ્યોદય કરવા જઈ રહ્યા છે. જેના લીધે અમુક રાશીઓને જીવનમાં થશે ભાગ્યોદય, તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે.
મેષ રાશિ
ગુરુ બૃહસ્પતિની માર્ગીય ચાલના કારણે બની રહેલ ગજકેસરી યોગથી મેષ રાશિના જાતકોને અપાર ધન મળશે અને મોટો ધન લાભ પણ થશે. આ સમયગાળા દરમિયાન તમારું પારિવારિક જીવન સુખદ રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકોનું લવ લાઈફ સુખદ રહેવાની સંભાવના છે. તમારા પ્રેમ જીવનમાં આ સમય દરમિયાન તમે તમારા પ્રેમી નજીક આવી શકો છો. સાથે જ કારણ વગરના ખર્ચથી છુટકારો પણ મળશે. તમે પૈસાની બચત કરવામાં સફળ થશો. નવો વ્યાપાર શરુ કરી શકો છો. નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે. યાત્રા પર પણ જઈ શકો છો.
તુલા રાશિ
તુલા રાશિમાં માર્ગીય ગુરુ બૃહસ્પતિના કારણે બની રહેલ ગજકેસરી રાજયોગ અપરણિત જાતકો માટે ખુબ જ શુભ સમય લાવશે. જેના નથી થાય તેમને લગ્ન થવા અથવા લગ્નની વાત નક્કી થવાની પૂરી શક્યતા છે. સ્વાસ્થ્ય માં સુધારો થશે. જૂની બીમારીઓથી પણ રાહત મળશે. કરિયરમાં પણ પ્રગતી થશે. આવકમાં વધારો થશે. તમારા કામના વખાણ થશે. નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે માર્ગીય ગુરુ બૃહસ્પતિના કારણે બની રહેલ ગજકેસરી રાજયોગ ખુબ જ લાભ આપશે. આર્થિક લકભ થશે. નોકરી અને વ્યાપારમાં લાભ થશે. પ્રગતી મળી શકે છે. તમારા અટકાયેલ ધન કે ઉધાર આપેલ ધન પાછું મળી શકે છે. રોકાણ કરવામાં ફાયદો થશે. નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે. સમાજમાં માન વધશે.