આજથી ખતમ થશે આ રાશિઓના લોકોનો સંઘર્ષમય સમય, કરિયર- વ્યાપારમાં મળશે અણધારી પ્રગતિ અને સફળતા….

Uncategorized

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 16 નવેમ્બરે ગ્રહોના રાજા સૂર્ય પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 23 નવેમ્બરે દેવગુરુ બૃહસ્પતિ પણ તેમની સ્વરાશિમાં માર્ગીય થશે. ગ્રહ અને નક્ષત્રની ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સાફ જોવા મળે છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પછી તેના સ્થાનમાં પરિવર્તન કરે છે. નવેમ્બરમાં મહિનામાં 5 મોટા ગ્રહ તેમની સ્થિત રાશિમાંથી બહાર નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરશે. 11 નવેમ્બરે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે. તો 13 નવેમ્બરે ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ અને બુધ ગ્રહ પણ બીજી રાશિમાં પ્રવેશ કરશે. નવેમ્બરમાં ગ્રહોની આ હલચલ સામાન્ય રીતે તો દરેક રાશિ પર પ્રભાવ પાડશે પરંતુ કેટલીક રાશિના જાતકોને તેનો વિશેષ લાભ થશે. ચાલો જાણીએ આ મહિનો કઈ રાશિના જાતકો માટે લાભદાયક રહેવાનો છે.

તુલા રાશિ: પાંચ ગ્રહોના રાશિ પરિવર્તનથી તુલા રાશિના જાતકોને ખાસ લાભ થવાનો છે. નવેમ્બર નો મહીનો તેમના માટે શુભ ફળોની પ્રાપ્તિ થશે. શુક્રના ગોચરથી આ રાશિના જાતકોની કિસ્મત પલટાઈ જશે. આ દરમિયાન વિદેશ યાત્રાના યોગ બનેલા છે. આવકમાં વધારો થશે જેના લીધે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય પણ પૂરા થશે. અટકેલા પૈસા પાછા મળશે.

મકર રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકો માટે આ મહિનો લકી રહેવાનો છે. પાંચ ગ્રહોનું સ્થાન પરિવર્તન જીવનમાં મહત્વપૂર્ણ પ્રભાવ પડશે. નોકરી માટે પ્રયત્ન કરતા લોકોને નોકરીનો પ્રસ્તાવ પણ આ દરમિયાન મળી શકે છે. મકર રાશિના જાતકોને સારો સમય પસાર કરવાની તક મળશે. નવા વ્યવસાયના સ્ત્રોત બનશે. વ્યવસાય કરતા જાતકોને લાભ મળશે. આ દરમિયાન રોકાણ કરવાથી લાભ મળશે. આર્થિક લાભ થશે.

કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેવાનો છે. બૃહસ્પતિ ગ્રહના માર્ગીય થવાથી કુંભ રાશિના લોકોને ઘણા લાભ થવાના છે. ગ્રહોની ચાલમાં બદલાવ આમના જીવનમાં ખુશીઓ લાવશે. રોકાયેલા પૈસા પાછા મળશે. આ દરમિયાન તમને ધનલાભ થવાની શક્યતાઓ છે. આવકના નવા સાધનો પણ બનશે.  વ્યવસાયમાં વિસ્તાર થવાની શક્યતાઓ છે. તેમજ આ દરમિયાન નોકરીમાં કાર્યરત જાતકોનું પ્રમોશન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *