5 ડિસેમ્બર સુધી આ સાત રાશિના લોકોની સૂર્ય સમાન ચમકશે કિસ્મત, ધનની સાથે મળશે માન- સમ્માન….

જ્યોતિષશાસ્ત્ર

જ્યોતિષ ની દુનિયામાં ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ રીતે એવું માનવામાં આવે છે કારણ કે તમામ નવગ્રહો અથવા નવ ગ્રહો આપણા જીવનને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. કેટલાક એવા મુખ્ય ગ્રહો છે જેને જ્યોતિષની દુનિયામાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વાત તો સ્પષ્ટ છે કે આ ગ્રહોના ગોચર અથવા રાશિ પરિવર્તન થી આપણા જીવન પર ચોક્કસપણે અસર થાય છે.

શુક્ર ગ્રહ 11 નવેમ્બર 2022 શુક્રવારના રોજ તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. શુક્ર ગ્રહને ધન, વૈભવ, સુખ, સુવિધા, અને એશ્વર્ય વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ આ રાશિમાં 5 ડીસેમ્બર 2022 સુધી રહેશે. તો ચાલો જાણીએ 5 ડીસેમ્બર 2022 સુધી શુક્ર દેવ કઈ રાશિના જાતકોને લાભ આપશે અને તેમના માન અને સન્માનમાં વધારો કરશે.

વૃષભ રાશિ

શુક્ર ગ્રહ વૃષભ રાશિના સાતમા ભાવમાં ગોચર કર્યું છે. તેનાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તે સમયગાળા દરમિયાન તમારું વૈવાહિક જીવન સુખદ રહેશે. નોકરી કરતા જાતકોને આવકમાં વધારો થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. સમાજમાં માન અને સન્માન વધશે.

કર્ક રાશિ

શુક્ર ગ્રહ કર્ક રાશિના પાંચમાં ભાવમાં પ્રવેશ કર્યો છે. શુક્ર ગ્રહનું કર્ક રાશિમાં પ્રવેશ ખૂબ જ શુભ સાબિત થશે. તે દરમિયાન તમને સુખ અને સુવિધાઓની પ્રાપ્તિ થશે. કાર્યશૈલી માં વધારો થશે. ઘર અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. બેરોજગારને નોકરીની તક મળશે. નોકરી કરતા જાતકો માટે સમય શુભ સાબિત થશે. તેમને પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિ

શુક્ર ગ્રહ સિંહ રાશિના ચોથા ભાવમાં ગોચર કર્યું છે. તે સમય દરમિયાન સમાજમાં માન સન્માન મળશે. તમારી સુખ અને સુવિધાઓમાં વધારો થશે. આવકના સ્ત્રોત વધશે. મકાન કે વાહન વગેરે મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થશે. વ્યાપરમાં વધારો થશે.

તુલા રાશિ

શુક્ર ગ્રહ તુલા રાશિના બીજા ભાવમાં ગોચર કર્યું છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તે સમય દરમિયાન તમને આકસ્મિક ધન લાભ મળી શકે છે. દાંપત્ય જીવનમાં સુધારો આવશે. રોકાણ કરવાથી લાભ થવાના યોગ છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. વ્યાપારીઓ માટે સમય સારો છે. આવકના સ્ત્રોત વધશે.

મકર રાશિ

શુક્ર ગ્રહ મકર રાશિના અગિયારમા ભાવમાં પ્રવેશ કર્યો છે. તે દરમિયાન તમે ધન સંચય કરવામાં સફળ રહેશો. આર્થિક લાભ થશે અને તમારી આર્થિક પ્રગતિ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત વધશે જેનાથી વ્યાપારીઓને સારો નફો થશે.

કુંભ રાશિ

શુક્ર ગ્રહ કુંભ રાશિના દસમાં ભાવમાં ગોચર કર્યું છે. તમને કાર્યક્ષેત્રમાં પ્રગતી મળી શકે છે. આવકમાં વધારો થશે. મહેનતનું પૂરું ફળ મળશે. શુક્ર ગ્રહના પ્રભાવથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. પ્રતિષ્ઠા માં વધારો થશે.

મીન રાશિ

શુક્ર ગ્રહ મીન રાશિના નવમાં ભાવમાં ગોચર કર્યું છે. તમારા અટકાયેલ કામ થવા લાગશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. મહેનતનું પૂરું ફળ મળશે. આકસ્મિક ધન લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રમોશન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *