દેશમાં શિવજીના ઘણા નવા મંદિરો છે પણ સાથે જ ઘણા ઐતિહાસિક અને પ્રાચીન મંદિરો પણ આવેલ છે. એવા માંથી જ એક ૮૦૦ વર્ષ જૂનું શિવ ભગવાનનું મંદિર છે. જે અન્ય મંદિરોથી ઘણું અલગ છે. જ્યાંની મહિમા અપરંપાર છે. આજે અમે તમને આવા જ એક ચમત્કારી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ૧૨મી સદીમાં નિર્માણ પામેલ આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરની સીડીઓમાં સંગીત વાગવાનો અવાજ આવે છે.
આ મંદિરનું નામ એરાવતેશ્વર મંદિર છે જે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના કુંભકોણમથી ત્રણ કિલોમીટર દૂર આવેલ છે. આ ભગવાન શિવનું મંદિર ૧૨મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિર ફક્ત ધાર્મિક મહત્વને કારણે નહીં પણ પ્રાચીન વાસ્તુકાલ માટે પણ ઘણું જાણીતું છે. મંદિરની આકૃતિઓ અને અને અંદર બનેલ ડીજાઈન લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. તેને રાજા રાજ ચોલ દ્વિતીય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
આ મંદિરમાં ભગવાન શિવની એરાવતેશ્વર નામે પૂજા કરવામાં આવે છે, કારણકે એવું માનવામાં આવે છે કે ત્યાં ઇન્દ્ર દેવ ના સફેદ હાથી એરાવતે મહાદેવની પૂજા કરી હતી. આ મંદિરનું નામ એ હાથી પરથી રાખવામાં આવ્યું હતું. ભગવાન શિવનું આ મંદિર કળા અને વસ્તુકાળનો ખજાનો છે. માનવામાં આવે છે કે આ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં વૈદિક અને પૌરાણિક દેવતાઓની કલાકૃતિઓ પણ જોવા મળે છે.
ખાસ કરીને આ મંદિરને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે ત્યાંની સીડીઓ. મંદિરની એન્ટ્રીના દ્વારમાં જ એક પત્થરની સીડીઓ બનેલ છે જેના દરેક પગથિયાંઅનરી અલગ અલગ અવાજ નીકળે છે. ત્યાં તમને સાત સૂર સાંભળવા મળે છે. કોઈ વસ્તુ જ્યારે આ પગથિયાં સાથે અથડાઇ છે ત્યારે તેમાંથી અજવ આવે છે. જો કે આ પગથિયાં ચઢવા કે ઉતરવા પર પણ એ અવાજ સંભળાય છે.