હિંદુ ધર્મની અંદર તુલસીના છોડને પવિત્ર ગણવામાં આવે છે આથી દરેક ઘરના આંગણમાં તુલસીનો છોડ જોવા મળે છે. દરેક ઘરમાં તુલસીના છોડની પૂજા સવાર-સાંજ કરવામાં આવે છે અને સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તે પોતાની તરફ ધન આકર્ષવામાં સક્ષમ છે. ચાલો તમને જણાવીએ કે તુલસી પાસે કઈ વસ્તુઓ મુકવાની ટાળવી જોઈએ જે તમને કંગાળી તરફ ધકેલે છે.
તુલસી પાસે સાવરણી ન રાખવી: ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીની પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. સાવરણી ગંદકી સાફ કરે છે અને જો તેને તુલસી પાસે રાખવામાં આવે તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જ્યાં ગરીબી હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવતી નથી. આ સિવાય આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સંકટ ઘેરવા લાગે છે.
જૂતા- ચપ્પલ ન રાખો: તુલસીનો ઉપયોગ પૂજા પાઠમાં થાય છે, તેથી ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડની આસપાસ જૂતા-ચપ્પલ ન રાખવા જોઈએ. જો તમે તુલસી પાસે જૂતા- ચપ્પલ રાખો છો તો ઘરમાં આવી રહેલી સુખ-સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડે છે.
કચરો ન રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીની આસપાસ કચરો ન રાખવો જોઈએ. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને જો તુલસીની આસપાસ ગંદકી હોય તો માતા લક્ષ્મી નારાજ થાય છે.
કાંટાવાળા છોડ ન રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની આસપાસ કાંટાવાળો છોડ ન લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.