તુલસી વિવાહ પર આટલું કામ કરી દો.લગ્નજીવન હમેશા ખુશીઓથી ભરેલું રહેશે

Uncategorized

દર વર્ષે કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ૫ નવેમ્બર, શુક્રવારે છે. આ વર્ષે આ પર્વનું ખૂબ મહત્વ છે, કારણકે તેના બરાબર એક દિવસ પહેલાં જ, એટલે કે, ૪ નવેમ્બરે કારતક મહિનાની દેવઉઠી એકાદશી ઉજવવામાં આવશે. હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર, તુલસી વિવાહના દિવસથી જ લગ્ન માટેનાં શુભ મુહૂર્ત શરૂ થઈ જાય છે.

તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ લેવામાં આવે છે. જોકે જ્યોતિષ ગણના અનુસાર, શુક્ર ગ્રહ અસ્ત હોવાના કારણે તુલસી વિવાહના દિવસે લગ્ન માટે કોઈ પણ શુભ મુહૂર્ત નથી. તુલસી વિવાહના દિવસે ભલે લગ્ન માટે કોઈ મુહૂર્ત ન હોય, પરંતુ આ દિવસે લગ્ન જીવન માટે કરવામાં આવેલ ઉપાયો અચૂક સાબિત થાય છે, જેનાથી જીવનમાં ભરપૂર ખુશીઓનું આગમન થાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો અંગે.

માન્યતા છે કે, તુલસી વિવાહના શુભ દિવસે પતિ-પત્નીએ સાથે પવિત્ર રૂપે નદીમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન બાદ તુલસીનાં પાન તોડી તેને શુદ્ધ જળમાં મિક્સ કરવાં જોઈએ. ત્યારબાદ આ જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે હંમેશાં પ્રેમભાવ જળવાઈ રહે છે. તુલસી વિવાહના દિવસે પતિ પત્નીના જીવનની સમસ્યાઓ દુર કરવા માટે આ ઉપાયો ખુબજ ફાયદાકારક છે.

જો પતિ-પત્ની વચ્ચે વારંવાર કોઈને કોઈ વાતે ગેરસમજણ ઊભી થતી હોય અને તેના કારણે મોટા ઝગડા પણ થતા હોય તો, તેમણે તુલસીને લાલ ચુંદડી ચઢાવવી જોઈને અને બીજા દિવસે તેને પરીણિત મહિલાને દાનમાં આપવી જોઈએ. આમ કરવાથી સંબંધોમાંથી ગેરસમજણો દૂર થશે અને સંબંધો મજબૂત બનશે. તો આ હતા લગ્ન જીવનને ખુશહાલ અને મજબૂત બનાવવાના કેટલાક જબરદસ્ત ઉપાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *