ચિંતા વધારી રહ્યું છે ૮ નવેમ્બરનું ચંદ્રગ્રહણ,ચાર રાશિને લાભ અને ચારને હાનિના યોગ.. જાણો તમારું….

Uncategorized

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોના એક નિશ્ચિત સમય પર ગોચર કરતા રહે છે. તેમના પરિવર્તનની જેમ ગ્રહણની અસર પણ તમામ રાશિઓ પર જોવા મળે છે. પછી તે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ તેની અસર દરેક રાશિના લોકો પર જોવા મળે છે.  ગ્રહણ પછી એક મહિના સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

જે તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં ગ્રહણની અસરને કારણે કઈ રાશિના લોકોને ફાયદો થઈ રહ્યો છે અને કઈ રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારત સહિત દક્ષિણ અને પૂર્વ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે.

અમે તમને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું ગ્રહણ અને બીજું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર 2022 કારતક પૂર્ણિમાના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ લોકોના મનમાં ચિંતા વધારી રહ્યું છે કારણ કે ૨૫ ઓક્ટોબર 2022 ના રોજ સૂર્યગ્રહણના 15 દિવસની અંદર આ બીજું ગ્રહણ થવાનું છે.

જ્યોતિષીઓના મતે 15 દિવસની અંદર બે ગ્રહણ થવું એ કોઈ મોટો અશુભ સંકેત હોવો માનવામાં આવે છે. આ જોતા લોકોના મનમાં એવી આશંકા છે કે હવે દેશ અને સમાજને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ટેલિવિઝન અને છાપા મા જોવા મળતા સમાચાર અનુસાર 8 નવેમ્બર 2022 ના રોજ થવા જઈ રહેલું વર્ષનું છેલ્લું ગ્રહણ ચાર રાશિ મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે ફાયદાકારક સાબિત થશે. બાકીની ચાર રાશિ મેષ, વૃષભ, કન્યા અને મકર રાશિ માટે નુકસાન લાવી રહ્યું છે. આ સિવાય બાકીની ચાર રાશિઓને ગ્રહણના કારણે મધ્યમ પરિણામ મળશે.

ચંદ્રગ્રહણનો સમય:

વર્ષનું છેલ્લું ગ્રહણ કાર્તિક પૂર્ણિમાના રોજ 8 નવેમ્બર 2022 ના રોજ પડશે. ચંદ્રગ્રહણની શરૂઆત એટલે કે સ્પર્શકાલ સાંજે 5:35 વાગ્યે શરૂ થશે અને ગ્રહણનો મધ્ય ભાગ 6:19 વાગ્યે અને મોક્ષ સાંજે 7:26 વાગ્યે થશે. આ ગ્રહણનો સુતક સમય ગ્રહણના 12 કલાક પહેલા સવારે 5.53 કલાકે શરૂ થશે અને બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી ચાલશે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *