હળદરના આ 8 ઉપાયો તમારા જીવનની બધી સમસ્યાઓ ચપટીમાં દૂર કરી દેશે

Uncategorized

હળદરનો ઉપયોગ ભોજન બનાવવામાં, ધાર્મિક કાર્યોમાં અને ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. હળદરની સાથે ઘણા પ્રકારના ટોટકાઓ પણ જોડાયેલા હોય છે અને આ ટોટકાને કરવાથી જીવનની ઘણા પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે, તેથી તમારે પણ હળદર સાથે જોડાયેલા આ ટોટકાઓને જરૂર અજમાવવા જોઈએ. હળદરના આ ટોટકા કરવાથી જીવનની ઘણી બધી સમસ્યાઓનો અંત આવે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

નકારાત્મક શક્તિઓ રહે છે દૂર: હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હળદરને જો ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. તેથી તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદર જરૂર લગાવવી જોઈએ. તમે થોડી હળદર લઇને તેમાં પાણી ભેળવી દો.

બૃહસ્પતિ ગ્રહ રહે છે શાંત: શાસ્ત્રોના અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે હોય છે, તેથી બૃહસ્પતિ ગ્રહને શાંત રાખવા માટે હળદરનો ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં આ ગ્રહ ભારે હોય છે, તે લોકોએ ગુરુવારના દિવસે હળદર વાળું દૂધ પીવું જોઈએ અને જેટલું બની શકે તેટલી હળદરનું દાન કરવું જોઈએ.

જલ્દી થઇ જાય છે વિવાહ: લોકોને લગ્ન થવામાં અડચણો આવી રહી હોય તે લોકોએ હળદર સાથે જોડાયેલા ટોટકાને જરૂર અજમાવવા જોઈએ. આ ટોટકા કરવાથી ખૂબ જ જલ્દી લગ્ન થઈ જાય છે. આ ટોટકામાં તમારે દરરોજ પૂજા કર્યા બાદ માથા પર હળદરનું તિલક લગાવવું અથવા તો દરરોજ હળદરના પાણીથી સ્નાન કરવું જોઈએ.

ખરાબ સપના આવવાના થાય છે બંધ: ખરાબ સપના આવવા પર તમે હળદરની એક ગાંઠમાં મોલી નો દોરો બાંધી દો. ત્યારબાદ આ હળદરને પોતાના માથાની નીચે રાખી દો. આવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઇ જશે અને સારી ઊંઘ પણ આવશે.

કાર્યમાં સફળતા મળે છે: કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે ગણેશજીને બુધવારના દિવસે ૧ ચપટી હળદર ચડાવી દેવી. આવું કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં જે અડચણો આવી રહી છે, તે દૂર થઈ જશે અને તમને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *