બિલાડીનું ઘરમાં આવી દૂધ પીવું શુભ છે કે અશુભ ? જાણો તેનું સાચું કારણ

Uncategorized

આજના સમયમાં લોકો વધુ શાસ્ત્રોમાં માનતા નથી. પરંતુ અમુક વર્ષોના અભ્યાસ પછી ચોક્કસ સમયે બનેલ ઘટનાઓના આધારે રચવામાં આવેલ છે. આથી તે શાસ્ત્રો વિષે ઓછા લોકો જાણે છે. જો તમને પણ થોડો રસ હોય તો જરૂર આ માહિતી જાણો.તેના જાણ્યા પછી કાર્ય કરશો તો તમે વધુ સુખી જરૂર થશો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બિલાડી એક પ્રાણી છે જે આપણને ભવિષ્યની ઘટનાઓથી માહિતગાર કરે છે.

ઘણીવાર આપણે બિલાડીના સંકેતોને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ જે આપણને ખૂબ નુકસાન પહોંચાડે છે. બિલાડીનું વધુ પડતું ઘરમાં આવવું કે માર્ગમાંથી પસાર થવું અનેક વાત સાથે શુભ અશુભ ઘટના હોય છે અને તેની પાછળનું વાસ્તવિક કારણ શું તે જાણતા નથી.જો દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો શુભ ગણાય છે કારણ કે, આ દિવસે બિલાડી સાથે ભગવાન લક્ષ્મી ઘરે આવે છે.

આ સિવાય જો બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તેને પણ સારું માનવામાં આવે છે.ઘરમાં આવતી વખતે બિલાડી મુખમાં કોઇ ખાવાની વસ્તુ હોય તો તે પણ અપશુકનનો સંકેત જ ગણવામાં આવે છે.કહેવાય છે કે જયારે આપણે જમવા બેઠા હોય તે વખતે જો બિલાડી આવીને જુએ તો મોટું નુકસાન થવાનું છે. ઘણા લોકોને ત્યાં એવું બને છે કે કોઈ અશુભ ઘટના બની હોય અને ત્યારે જો બિલાડી આવે તો તેની સાથે પાલતુ બિલાડી હોય તે પણ તેની જતી રહે છે.

આવું થવાનું કારણ એ પણ છે કે બિલાડીઓની છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સક્રિય હોય છે જેથી તેને આવનારી ઘટનાનો પૂર્વાભાસ થઈ જાય છે.બિલાડી ઘરમાં રાખેલું દૂધ પી જાય છે, તો તે શુભ નથી. તેનાથી ઘરમાં રાખેલી સંપત્તિનો નાશ થાય છે. કારણ કે દૂધ એ સમૃદ્ધિનું પ્રતીક છે. જો બિલાડી સૂવાના સમયે કોઈની ઉપર પડે તો તે શારીરિક રૂપે બીમાર પાડવાનો છે. એ જ રીતે, ઘરમાં બિલાડીનું રડવું પણ ખરાબ માનવામાં આવે છે.

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જો બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. જો બિલાડી ઘરમાં આવે તો કંઈક અશુભ થવાનો સંકેત છે કારણકે તેને નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આપણા ઘરમાં અચાનક થી બિલાડીનું આવવાનું વધી જાય તો તેને સામાન્ય વાત ન સમજવી જોઈએ. કારણકે આ એક સંકેત પણ હોઇ શકે છે.કારણ કે બિલાડીના પગની ધૂળ જ્યાં પણ ઉડે છે ત્યાં સકારાત્મક ઉર્જા નાશ થાય છે એટલે કે શુભ નો નાશ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *