હિંદુ શાસ્ત્રમાં શુકન અને અપશુકનને ખુબજ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કેટલીક બાબતો શુકન ગણવામાં આવે છે તો કેટલીક બાબતોને સારા શુકન તરીકે ઓળખવામાં આવે છે. શકુન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો તમે કોઈ જરૂરી કામથી ઘરની બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને શંખ-ઘંટ, સ્વસ્તિકનું ચિહ્ન, સિક્કો અથવા ઘોડાની નાળ મળી જાય તો શુભ સંકેત માનવામાં આવે છે. તમે આ ચીજવસ્તુઓને ઉઠાવીને પોતાની પાસે રાખી શકો છો.
ધનપ્રાપ્તિ થાય છે: આપણે જયારે ઘરની બહાર જઈ રહ્યા હોય ત્યારે શેરડીનો ઢગલો કે ગાય અથવા ગાયનો અવાજ સાંભળવામાં આવે તો સારા શુકન ગણવામાં આવે છે. આમ થવાથી ધન પ્રાપ્તિના યોગ બંધાય છે અને તમે જે કામ માટે જઈ રહ્યા છો એમાં ચોક્કસથી સફળતા મળે છે.
અચાનક ધનલાભ થાય છે: જો તમે રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા છો ત્યારે બીજાને પૈસા આપતા તમારા હાથમાંથી પૈસા જમીન પર પડી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય તમે રસ્તામાં છો અને કોઈ બાળક આવીને પૈસા આપે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે.
ધનલાભના સંકેત મળે છે: જો તમે કોઈ જરૂરી કામથી ઘરની બહાર જઈ રહ્યા છો અને જો રસ્તામાં તમને પાંખ ફેલાયેલો મોર જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય કોઈ સફાઈકર્મી જોવા મળે તો પણ તે શુભ માનવામાં આવે છે. આ સિવાય ઘરની બહાર નીકળતા કોઈ નાનકડી છોકરીની સ્માઈલ જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.