ઘરમાં ક્યારેય આ જગ્યાએ ન લગાવો સ્વર્ગસ્થની તસવીર,થઈ જશે મહાઅનર્થ

Uncategorized

કોઈ પણ વ્યક્તિના નિધન માત્ર તેની યાદ જ હંમેશા આપણા મનમાં જીવંત રહેતી હોય છે. આપણે ત્યાં આપણા પ્રિયજનોના નિધન બાદ તેમની તસવીરો ઘરમાં લગાવીએ છીએ, જેથી તેમની હંમેશા યાદ આવતી રહે અને તેમના આર્શીવાદ બધા પર બની રહે. અનેક લોકો પોતાના પૂર્વજોની તસવીર મંદિરમાં લગાવે છે અને તેમની પૂજા કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આવું ન કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન નારાજ થાય છે. આવામાં અમે તમને બતાવીશું કે, ઘરના કયા ખૂણામાં તમારે પૂર્વજોની તસવીર લગાવવી જોઈએ.

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર પિતૃઓની તસવીરો ભૂલથી પણ ઘરના બ્રહ્મ એટલે કે મધ્ય સ્થાન પર, બેડરુમ અથવા તો રસોડામાં લગાવવી ન જોઈએ. જો આમ કરશો તો પૂર્વજોને પોતાનું અપમાન થવાની લાગણી થાય છે. એટલું જ નહીં જો આવું કરશો તો ઘરમાં તેમજ પરિવારના અન્ય સભ્યો વચ્ચે પણ કૌટુંબિક કલેશ વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય સ્થાન પર તસવીરો લગાવવાથી સુખ અને માનસિક શાંતિ પણ છીનવાઈ શકે છે.

૧: પૂર્વજોની તસવીરને ક્યારેય પણ ઘરની વચ્ચોવચ આવતી જગ્યા પર ન લગાવો. તેમજ ફોટો બેડરૂમ કે કિચનમાં પણ ન લગાવતા. આવું કરવાથી ઘરમાં લડાઈઝઘડા વધે છે. સુખ સમૃદ્ધિમાં ઉણપ આવે છે.

૨: શાસ્ત્રોના અનુસાર, મંદિરમાં પિતૃઓનો ફોટો મૂકવો વર્જિત છે. પિતરોનો ફોટ મંદિરમાં રાખવાથી દેવી-દેવતા નારાજ થાય છે. તેથી પિતરો અને દેવતાઓના સ્થાનને અલગ રાખવા જોઈએ.

૩: ઘરમાં ક્યારેય એ સ્થાન પર પિતૃઓની તસવીર ન લગાવો, જ્યાં આવતા જતા સમયે તમારી નજર પડે.

૪: દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર ક્યારેય તેમની તસવીર ન લગાવો. આવું કરવાથી સમૃદ્ધિ અટકી જાય છે.

૫: પિતૃઓની તસવીર ક્યારેય જીવિત લોકો સાથે લગાવવી ન જોઈએ. કેમ કે, તે અશુભ માનવામાં આવે છે. કોઈ પણ જીવિત વ્યક્તિની સાથે પિતૃઓની તસવીર હોય, તો તેમના પર નકારાત્મક અસર પડે છે. તેમની ઉંમર પણ ઘટી જાય છે.

૬: પિતૃઓની તસવીર હંમેશા ઉત્તર દિશાની દિવાલમાં લગાવવું યોગ્ય માનવામાં આવે છે. જેથી તેમી દ્રષ્ટિ દક્ષિણ તરફ પડે. અથવા તો પછી પિતૃઓની તસવીર એવી જગ્યા પર લગાવો જે દિશામુક્ત હોય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *