દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ધનવાન બનવાની ઈચ્છા ધરાવે છે. આ વ્યક્તિ ધનવાન બનવા માટે આજીવન સખત મહેનત કરે છે છતાં પણ તે ધનવાન બની શકતો નથી. માટે અમે આજે તમારા માટે આવનારા પવિત્ર કારતક માસમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ જેને કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. તમારું જીવન માતા લક્ષ્મી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપુર બનાવી દેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકે છે. ખાસ કરીને પાકીટમાં એક વસ્તુ રાખવાનો ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ધન અને અપાર સંપત્તિ મેળવવા માંગતા હોવ તો તમારા પાકીટમાં આ એક વસ્તુ સદાય રાખવાથી એ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે.અને તે છે સોના કે ચાંદીનો સિક્કો.
જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્રવારના દિવસે તમારા પર્સમાં સોના અને ચાંદીનો સિક્કો રાખવો જોઈએ. પરંતુ પર્સમાં સોના-ચાંદીનો સિક્કો રાખતા પહેલા લક્ષ્મીમાતાને પ્રાર્થના કરી તેમના ચરણોમાં અર્પણ કરો તો લક્ષ્મીમાતાની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. આમ કરવાથી જીવનમાં ક્યારેય તમને પૈસાની સમસ્યા નહીં આવે. આ સાથેજ તમારા જીવનમાંથી આર્થિક તંગી કાયમ માટે દુર થઇ જશે.
આ સાથેજ પાકીટમાં સોનું અને ચાંદી રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે, લક્ષ્મીમાતાની પૂજા નિયમિત સંપૂર્ણ વિધિ વિધાનથી કરવી જોઈએ અને જરૂરિયાતમંદ અને ગરીબોની મદદ કરવી જોઈએ. તેમને ભોજન આપવું જોઈએ. કહેવાય છે કે, શુક્રવારના દિવસે દાન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખવા માટે સમયાંતરે દાન કરતા રહો.