હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ બંનેને અશુભ ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ થવાનું છે તે પહેલા ચંદ્રગ્રહણ ૧૬ મેના રોજ થયું હતું. સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આવો અમે તમને જણાવીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે ગ્રહણ બાળક પર નકારાત્મક અસર કરી શકે છે.
આ સિવાય ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઉઠવા-બેસવામાં સાવધાની રાખવી જોઈએ. તેમજ સગર્ભા સ્ત્રીઓએ ઘરમાં ક્યાંય પણ તાળું ન લગાવવું જોઈએ, કારણ કે બાળકના અંગો પર તેની અસર થવાની સંભાવના રહે છે.સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી, સોય વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન ઘરેણાં અથવા કોઈપણ ધાતુની વસ્તુ જેવી કે સેફ્ટી પિન, હેર પિન વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવું પણ ન જોઈએ અને ચંદ્રગ્રહણને નરી આંખે જોવાની ભૂલ પણ ન કરવી જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ પછી દાન અવશ્ય કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ પછી સફેદ રંગની વસ્તુઓ જેવી કે દહીં, દૂધ, કપડા ગરીબોને દાન કરવું જોઈએ અને તેમના પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આખા સમયગાળા દરમિયાન જીભ પર તુલસીનું પાન રાખીને દુર્ગા સ્તુતિ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ થશે. આ ગ્રહણ ૫:૨૮ વાગ્યે શરૂ થશે અને ૭:૨૬ સુધી ચાલશે. ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે તેથી ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે. આથી ઉપર જણાવ્યા મુજબ ચંદ્રગ્રહણના દિવસે ગર્ભવતી મહિલાઓએ અનુસરવું જોઈએ.