શિવકુટ્ટીમાં બેસેલા મહાદેવના માત્ર એકવાર દર્શન કરવાથી જીવનના બધા દુખ દૂર થાય છે.ફોટોને ટચ કરી આશીર્વાદ લઈ લો.તમારું ભાગ્ય ચમકી જશે

Uncategorized

ભારત દેશની અંદર ભગવાન શિવના અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે. દરેક શિવ મંદિર પોતાના ચમત્કાર અને રહસ્યોથી દેશ વિદેશમાં જાણીતું બનેલ છે. ત્યારે આજે અમે તમને એવાજ એક શિવજીના અનોખા મંદિર વિષે જણાવીશું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના શિવકુટી વિસ્તારમાં ભગવાન શિવનું અનોખું મંદિર જ્યાં એક-બે નહીં પણ ૨૮૮ શિવલિંગ સ્થાપિત છે. જેને શિવ કચહરીના નામથી ઓળખવામાં આવે છે.

અહીં આવનાર શિવ ભક્ત પોતાની ભૂલોને ભગવાનના કાનમાં કહીને ઉઠક બેઠક કરીને માફી માંગે છે.શિવ કચેરીના નામથી પ્રખ્યાત આ મંદિર ભગવાન શિવની કોર્ટના રુપમાં પણ ઓળખાય છે. પ્રયાગરાજના શિવકુટી વિસ્તારમાં આવેલા આ મંદિરમાં પ્રવેશ કરવા પર સરકારી બિલ્ડિંગની જેમ લાલ અને સફેદ રંગની દિવાલો જોવા મળે છે. જેમાં અંદર જવા માટે ફક્ત એક દરવાજો છે. મંદિરમાંથી બહાર જોવા માટે ઘણી બારીઓ છે. જે એક નજરમાં તમને કોર્ટ જેવી જોવા મળશે.

આ કોર્ટ કોઇ સરકારી કોર્ટ નથી પણ શિવની અદાલત છે. તેને પ્રયાગરાજમાં શિવ કચહરી મંદિર કહેવામાં આવે છે. આ અનોખા મંદિરમાં કુલ ૨૮૮ શિવલિંગ સ્થાપિત છે. આ મંદિરમાં ભગવાન શંકર જ જજ અને વકીલ છે. આ મંદિરમાં આવનાર ભક્તો ફરિયાદી હોય છે અને ભગવાન શિવના કાનમાં પોતાની ભૂલોની માફી માંગીને ઉઠક-બેઠક કરે છે.આ મંદિરમાં આવીને ભક્તો શિવની પૂજા-અર્ચના કરે છે અને પછી ક્ષમા યાચના માટે ન્યાય સ્વરુપ શિવ સામે કાન પકડીને ઉઠક બેઠક કરે છે.

આ મંદિરમાં ભક્તો પૂણ્યની પ્રાપ્તિ માટે નહીં પણ અજાણતા થયેલી ભૂલો માટે આવે છે. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં શિવ ભક્તોની ભીડ વધારે રહે છે. આ મંદિરની સ્થાપના જનરલ પંગ પદમ બહાદુરે ૧૮૬૫ માં કરી હતી. વર્ષ દરમિયાન આ મંદિરની અંદર અનેક ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે અને પોતાની ભૂલોની માફી માંગવા માટે કાન પકડીને ઉઠક બેઠક કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *