આ મંદિરમાં બિરાજમાન ગણેશની પ્રતિમાને અનેક વખત દરિયામાં ડુબાડી, છતા પણ આવી જતી પરત.ટચ કરી આશીર્વાદ લઈ લો

Uncategorized

ભારત દેશની અંદર ભગવાન ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. ત્યારે આજે અમે તમને જે મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે ૩૫૬ વર્ષ જૂનું છે. ભગવાન ગણેશનું આ મંદિર પુડુચેરીમાં આવેલું છે. જે માનકુલા વિનયગર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરનું મુખ સમુદ્ર તરફ હોવાને કારણે તેને ભુવનેશ્વર ગણપતિ મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર વર્ષ ૧૬૬૬માં બનાવવામાં આવ્યું હતું જ્યારે પુડુચેરી ફ્રાન્સ હેઠળ હતું.

એવું કહેવામાં આવે છે કે ફ્રેન્ચ શાસન દરમિયાન આ મંદિર પર ઘણા હુમલા થયા હતા. આ મંદિરમાં સ્થાપિત ગણેશ મૂર્તિને ઘણી વખત સમુદ્રમાં ફેંકી દેવામાં આવી હતી. પરંતુ તે દર વખતે તેની જગ્યાએ પરત આવી જતી હતી. ઘણી વખત મંદિરની પૂજામાં વિક્ષેપ પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ગણપતિનું આ મંદિર આજે પણ તેની સંપૂર્ણ પ્રતિષ્ઠા સાથે ગર્વથી ઉભું છે. આ જ કારણે ભારતમાં આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે.

અહીં મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવે છે. શાસ્ત્રોમાં ચર્ચવામાં આવેલા ગણેશજીના તમામ ૧૬ સ્વરૂપો માનકુલા વિનયગર મંદિરની દિવાલો પર જોવા મળે છે. આ મંદિરનું મુખ સમુદ્ર તરફ છે એટલે જ તેને ભુવનેશ્વર ગણપતિ પણ કહેવામાં આવે છે. તમિલમાં માનલનો અર્થ રેતી થાય છે અને કુલનનો અર્થ તળાવ થાય છે. પ્રાચીન કથાઓ અનુસાર પહેલા અહીં ગણેશ મૂર્તિની આસપાસ ઘણી રેતી હતી, તેથી તેને માનકુલા વિનયગર કહેવાનું શરૂ થયું.

આ મંદિરમાં ટન મોઢે સોનું છે. લગભગ ૮૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા આ મંદિરનું ઇન્ટિરિયર ડેકોરેશન પણ સોનાથી મઢેલું છે. તેમજ મુખ્ય ગણેશ મૂર્તિ ઉપરાંત ૫૮ પ્રકારની ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. મંદિરની તમામ દિવાલો પર પ્રખ્યાત ચિત્રકારોએ ગણેશજીના જીવન સાથે જોડાયેલા નાના-નાના તથ્યોને સજાવ્યા છે. આ મંદિરમાં ગણેશજીનો ૧૦ ફૂટ ઊંચો ભવ્ય રથ પણ છે.

આમાં લગભગ સાડા સાત કિલોગ્રામ સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. દર વર્ષે વિજયાદશીના દિવસે ગણેશજી આ રથ પર સવાર થઈને ભ્રમણ કરે છે. દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ઉજવાતો બ્રહ્મોત્સવ અહીંનો મુખ્ય તહેવાર છે જે ૨૪ દિવસ સુધી ચાલે છે. આ દિવસો દરમિયાન અનેક ભક્તો ભગવાન ગણેશજીના દર્શન કરવા માટે ઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *