અન્નપુર્ણા દેવીને સ્પર્શ કરો.12 કલાકમાં બધી મનોકામના થશે પૂર્ણ.ધન ધાન્યની નહીં થાય કમી

Uncategorized

વાસ્તુશાસ્ત્રની અંદર ભોજન માટે પણ અમુક નિયમો છે. જાણ્યે-અજાણ્યે ઘણી વાર આપણે ભોજન દરમિયાન કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે આખા ઘરને ભોગવવું પડે છે. અન્નને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભોજનના નિયમોની અવગણનાને કારણે દેવી અન્નપૂર્ણાની સાથે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. પરિણામે ઘરમાં ધન અને અન્નની કમી થવા લાગે છે.  ચાલો જાણીએ કે ખોરાક લેતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ.

ભોજન પીરસવાના પણ નિયમો છે. ભોજનની થાળીમાં ત્રણ રોટલી એકસાથે પીરસવામાં આવતી નથી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રણ રોટલીની થાળી મૃતકને સમર્પિત છે. ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકને ભોગ લગાવવા પર ૩ રોટલીઓ મુકવામાં આવે છે. થાળીમાં તમે જેટલું ખાઈ શકો તેટલું જ લો કારણ કે ઘણા લોકો એક સાથે વધારે ખોરાક લઈ લે છે અને પછી તેને એઠુ મુકે છે.

શાસ્ત્રો અનુસાર અન્નનો એક દાણો પણ બગાડવો એટલે માતા અન્નપૂર્ણાનો અનાદર કરવો. ખોરાકનું મહત્વ સમજો અને તેનો બગાડ ન કરો. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ ભોજન ચાવતી વખતે ખૂબ જ અવાજ કરે છે. શાસ્ત્રો અનુસાર આમ કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. આમ કરવાથી માતા લક્ષ્મીનો પણ ઘરમાં વાસ નથી રહેતો.નાનપણથી જ ઘર અને શાળાઓમાં ભોજન કરતા પહેલા હાથ ધોવાનું શિક્ષણ આપવામાં આવે છે.

જેથી ગંદા હાથના કીટાણુઓ શરીરમાં પ્રવેશ ન કરે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. ભોજન પર ગંદા હાથ લગાવવાથી દેવી અન્નપૂર્ણા ક્રોધિત થાય છે. આ ઉપરાંત ભોજન કર્યા બાદ હાથ થાળીમાં ન ધૂવો. તેનાથી દેવી અન્નપૂર્ણાનું અપમાન થાય છે. આથી ભોજન પીરસતી સમયે અને ભોજન લેતી વખતે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાથ દેવી અન્નપુર્ણા તમારા અને તમારા પરિવાર પર ખુશ રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *