આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. રત્નોનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. એવું માનવામાં આવે છે કે રત્ન ધારણ કરવાથી લાગતા-વળગતા ગ્રહના દોષોનું નિવારણ થઈ જાય છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે.
હીરો : જે લોકોને શુક્રની મહાદશા ચાલી રહી હોય તેમને હીરો ધારણ કરવો જોઈએ તેની માટે શુક્રવાર સૌથી સારો દિવસ છે. શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યાની વચ્ચે હીરો મધ્ય આંગળી અર્થાત્ મીડલ ફિંગરમાં પહેરવો જોઈએ.
માણેક: જેમની કુંડળીમાં સૂર્યની મહાદશા ચાલી રહી હોય તેમને માણેક ધારણ કરવો જોઈએ. રવિવારના દિવસે સૂર્યોદય સમયે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટીમાં લોકેટ પહેરવો જોઈએ. તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.
મોતી: મોતી એ લોકોને ધારણ કરવો જોઈએ જેમની કુંડળીમાં ચંદ્રની મહાદશા ચાલી રહી હોય. કુંડળીમાં ચંદ્રને શુભ બનાવવા માટે મોતી પહેરવો જોઈએ. એ ચંદ્રનો રત્ન છે. દરેક સોમવારે કનિષ્ઠા આંગળીમાં એટલે કે લિટલ ફિંગરમાં સાંજે ૫ થી ૭ વાગ્યની વચ્ચે ચાંદીની વીંટી કે લોકેટમાં તે પહેરવો જોઈએ. મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે.
પન્ના: જે લોકોની કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તેમને પન્ના ધારણ કરવો જોઈએ. પન્ના ધારણ કરવા માટે બુધ શ્રેષ્ઠ દિવસ છે. દિવસે ૧૨ થી ૨ વાગ્યાની વચ્ચે સૌથી નાની આંગળીમાં પન્ના ધારણ કરવો જોઈએ. બુધના શુભ પ્રભાવ માટે પન્ના સોનાની વીંટીમાં બુધવારના દિવસે પહેરવો જોઈએ. પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે.
પુખરાજ: પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે ૧૦ થી ૧૨વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ. પીળા રંગના આ સુંદર રત્નને ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે.
મૂંગા: મંગળની મહાદશામાં મૂંગા ધારણ કરવો તે શ્રેષ્ઠ ઉપાય છે આ મંગળનો રત્ન છે. મંગળદેવના અશુભ પ્રભાવથી બચવા માટે તેને સાંજે ૫ થી ૭ વાગ્યાને વચ્ચે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટી કે લોકેટ સાથે પહેરવો જોઈએ.
નીલમ: જો કોઈ વ્યક્તિને શનિની મહાદશા ચાલી રહી હોય તો તેમને નીલમ ધારણ કરવો જોઈએ. તે શનિનો રત્ન છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે મધ્યમાં આંગળીમાં એટલે કે મિડલ ફિંગરમાં ચાંદીની વીંટી કે લોકેટ સાથે તેને પહેરવો જોઈએ. શનિવારના દિવસે સાંજે ૫ થી ૭ વાગ્યાની વચ્ચે પહેરીએ તો તેનાથી વિશેષ ફળ મળે છે. આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું.