બુલગારીયા ના ભવિષ્યવક્તા બાબા વેંગા દુનિયાભરમાં ખૂબ જ મશહૂર છે. બાબા વેંગા ને બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસ કહેવાય છે. નેત્રહીન બાબા વેંગા ની ભવિષ્ય વાણી પર આખી દુનિયા ભરોસો કરે છે. વર્ષ 2022 સમાપ્ત થવામાં લગભગ 2 મહિના બાકી છે અને ફરી એકવાર બલ્ગેરિયન ની ભવિષ્યવક્તા બાબા વેંગાની આગાહીઓની ચર્ચા તેજ થઈ ગઈ છે.
બાબા વેંગા એ 5079 સુધીની ભવિષ્ય વાણી કરી દીધી હતી. ભારત માટે 111 વર્ષ પહેલા બાબા વેંગાએ વર્ષ 2022 માટે ભારત વિશે એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આગામી 2 મહિનામાં સાચી પડી શકે છે. બાબા વેંગાની ભવિષ્ય વાણીને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાબા વેંગાએ વર્ષ 2022 માં ભારતમાં તીડના હુમલા અને ભૂખમરાની આગાહી કરી હતી. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 માં વિશ્વભરમાં તાપમાનમાં ઘટાડો થયા બાદ તીડનો પ્રકોપ વધી જશે. તીડોનું ઝૂંડ ભારત પર પણ હુમલો કરશે અને પાકને ખરાબ કરી શકે છે.
ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારે ભૂખમરો થવાની સંભાવના છે. જણાવી દઈએ કે વર્ષ 2022 માં માત્ર 2 મહિના જ બાકી છે. વર્ષ 2022ને લઈને બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી 6 ભવિષ્ય વાણી માંથી 2 સાચી સાબિત થઈ છે.
તેમણે ઓસ્ટ્રેલિયા સિવાય કેટલાક એશિયન દેશોમાં પૂરની આગાહી કરી હતી, જે સાચી પડી હતી. તાજેતરના દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં પૂર આવ્યું હતુ, જ્યારે પાકિસ્તાનમાં પણ પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને એક હજારથી વધુ લોકોના મોત થયા હતા. બાબા વેંગાએ કેટલાક દેશોમાં પાણીની અછતની આગાહી પણ કરી હતી, તે સાચી પડી છે. પોર્ટુગલ અને ઇટલીના ઘણા શહેરો આ વર્ષે દુષ્કાળનો સામનો કરવો પડ્યો છે.
ધ સનના અહેવાલ મુજબ, બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા સિવાય કેટલાક એશિયન દેશોમાં પૂર, કેટલાક દેશોમાં પાણીની અછત, એલિયન હુમલાઓ, તીડના આક્રમણ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારાની આગાહી કરી હતી.
આ સિવાય બાબા વેંગાએ સાઈબેરિયાથી નવા વાયરસના સામે આવવાની આગાહી કરી હતી, જે કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક હોઈ શકે છે.