હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે. વાસ્તુશાસ્ત્ર માં માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા ઉપાયો બતાવવામાં આવે છે જેને કરવાથી આપણા જીવનમાં રહેલી દરેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે. આર્થિક રીતે પણ સધ્ધર થવાય છે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલું વાસણ ક્યારેય માથાની નજીક ન રાખવું જોઈએ. હકીકતમાં, ચંદ્ર ગ્રહ આનાથી પ્રભાવિત છે, જેના કારણે માનસિક બિમારીનું જોખમ રહે છે.
વાસ્તુ શાસ્ત્ર માં શંખ ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. શંખની આગળની બાજુએ ગંગા, સરસ્વતી અને પાછળના ભાગમાં વરુણ અને મધ્યમાં બ્રહ્માજી સ્વયં બિરાજમાન છે. શંખના ઘણા પ્રકાર હોય છે. પરંતુ જે ઘરમાં શંખ દક્ષિણ દિશામાં હોય અને તેનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો ઘર માંથી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. માં લક્ષ્મી નો વાસ થાય છે અને ધન પ્રાપ્ત થાય છે.
દોરડુ અને સાંકળ જેવી વસ્તુઓ દૈનિક જીવનમાં ઉપયોગી થઈ શકે છે. રાત્રે આ બધી વસ્તુઓ પલંગ પાસે ના રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર દોરડું અને સાંકળના કારણે અશુભ અસર થાય છે. જેના કારણે મનુષ્યના કામમાં વારંવાર અડચણ આવે છે અને કામ બગડે છે.
ક્યારેય પણ માથા પાસે પર્સ અથવા વોલેટ ના રાખવું જોઈએ. આવું કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે. જેના કારણે વગર કામના ખર્ચામાં વધારો થાય છે. ધન, કુબેર અને લક્ષ્મીનો વાસ હંમેશા તિજોરીમાં હોય છે. સૂતા પહેલા તમારુ પર્સ યોગ્ય જગ્યા પર મૂકવું જોઈએ. આ પ્રકારે કરવાથી તમે હંમેશા સુખી રહેશો.
વાસ્તુ અનુસાર રાત્રે સૂતા સમયે પલંગ નીચે અથવા માથા પાસે ખાંડણી ના રાખવી જોઈએ. ખાંડણી પલંગ નીચે અથવા રાત્રે સૂતા સમયે માથા પાસે રાખવાથી સંબંધોમાં તણાવ આવે છે. ઉપરાંત વ્યક્તિ સકારાત્મક કાર્યોમાં ઊર્જાનો વપરાશ કરવાની જગ્યા અન્ય વિવાદોમાં પડવા લાગે છે.