પ્રભુ શ્રીરામનો જન્મ આજથી ૭૧૨૮ વર્ષ પહેલા એટલે કે ઈસવીસન ૫૧૧૪ પહેલા થયો હતો. ઈતિહાસકારોનું માને છે કે, રામ ભગવાનનો જન્મ લગભગ ૯ હજાર વર્ષ પહેલા થયો હતો. હિન્દુ શાસ્ત્રો અને અન્ય માન્યતા એમ પણ છે કે, ભગવાન રામનો જન્મ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીના દિવસે થયો હતો. રામના જન્મ પર તમામ દેવતાઓએ પૃથ્વી પર ફૂલોની વર્ષા કરી હતી.આપણે હંમેશા પ્રભુ રામ અને તેમના ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન વિશે સાંભળતા આવ્યા છીએ. પરંતુ બહુ જ ઓછા લોકો એવું જાણે છે કે શ્રીરામને એક બહેન પણ હતી.
દક્ષિણ ભારતની રામાયણ અનુસાર, પ્રભુ શ્રીરામની એક બહેન હતી, જેનુ નામ શાંતા હતું. રામની આ બહેન તમામ ભાઈઓમાં મોટી હતી.રામાયણને વાલ્મીકીએ ભગવાન રામના કાળમાં જ લખી હતી. તેથી આ ગ્રંથને સૌથી વધુ પ્રમાણિત ગ્રંથ માનવામાં આવે છે. પણ, હકીકતમાં ભારતમાં સૌથી વધુ ગ્રંથો શ્રીરામ પર લખાયેલા છે. રામરચિત માનસને ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું. જેમનો જન્મ સંવત ૧૫૫૪માં થયો હતો. ગોસ્વામી તુલસાદાસે રામચરિત માનની રચના અવધી ભાષામાં કરી હતી.
કહેવાય છે કે, રામાયણને આસામમાં આસામી રામાયણ, ઉડીયામાં વિલંકા રામાયણ, કન્નડમાં પંપ રામાયણ, કાશ્મીરમાં કાશ્મીરી રામાયણ, બંગાળીમાં રામાયણ પાંચાલી, મરાઠીમાં ભાવાર્થ રામાયણ, થાઈલેન્ડમાં રામકિયેન અને નેપાળમાં ભાનુભક્ત કૃત રામાયણ વગેરે પ્રચલિત છે. આ ઉપરાંત અન્ય દેશોમાં તેમની ભાષામાં રામાયણ લખાઈ છે. ભગવાન રામને લવ અને કુશ એમ બે દીકરા હતા. કાલિદાસના રઘુવંશ અનુસાર, રામે પોતાના પુત્ર લવને શરાવતી અને કુશને કુશાવતી રાજ્ય સોંપ્યું હતું.
માન્યતા છે કે, લવનું રાજ્ય ઉત્તર ભારતમાં અને કુશનું રાજ્ય દક્ષિણ કોસલમાં હતું. કુશની રાજધાની કુશાવતી આજના બિલાસપુર જિલ્લામાં હતી. કોસલામાં રામની માતા કૈશલ્યાના જન્મ થયો હોવાનું મનાય છે. આ પણ એક રસપ્રદ વાત છે. રામાયણ પર રિસર્ચ કરાયા બાદ અને સાયન્સના વિવિધ રિસર્ચ બાદ શ્રીરામના વનવાસની જગ્યાઓ પણ મળી આવી છે. વનવાસ કાળ દરમિયાન તેમની સાથે જે પણ ઘટના બની, તેમાંથી ૨૦૦થી વધુ સ્થળોની ઓળખ કરાઈ છે. ત્યાંના સ્મારકો, ભીંત ચિત્રો, ગુફાઓ વગેરેની તપાસ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી હતી.