આપણા હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતા છે અને તમામની પૂજા માટે કેટલાક અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે છે. દરેક દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતે પૂજા લરવ નિયમોનું પાલન કરવામાં આવે છે. જો કે આ અલગ અલગ પધ્ધતિ અને નિયમોનું પાલન કરવાથી એ દેવી-દેવતાઓ ખુશ થાય છે અને સારું ફળ આપે છે. આજે રવિવાર છે અને આજે લોકો સૂર્યદેવની પૂજા કરે છે.
જો કે કહેવાય છે કે સૂર્ય ભગવાનને નિયમિત જળ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. સૂર્યદેવની સૂર્યની જેમ તેજસ્વી અને સકારાત્મક શક્તિ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રના નિયમો અનુસાર સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી સૂર્યદેવ જલ્દી ખુશ થઈ જશે અને સારું ફળ મળશે. આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો એ વ્યક્તિ એ નિયમિત રીતે સૂર્યદેવને અમુક નિયમોનું પાલન કરીને જળ અર્પણ કરવું જોઈએ.જો કોઈ વ્યક્તિ જીવનમાં સખત મહેનત કરી રહ્યો છે અને તેને સફળતા નથી મળી રહી તો તેમને પણ નિયમિતપણે સૂર્ય ભગવાનની પૂજા કરીને જળ અર્પણ કરવું જોઈએ. જણાવી દઈએ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી દરેક દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિનું મન શાંત રહે છે. આ સાથે જ ઘમંડ અને ક્રોધનો નાશ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રના નિયમો અનુસાર સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી તેઓ જલ્દી ખુશ થઈ જશે. સૂર્ય ભગવાનને ચઢાવવામાં આવતું જળ હંમેશા તાંબાના વાસણમાં જ રાખવું જોઈએ. આ જળમાં સિંદુર, ફૂલ, અક્ષત વગેરે નાખવું શુભ માનવામાં આવે છે. ખાસ જળ ચઢાવતા સમયે તમારું મુખ પૂર્વ દિશામાં રાખવુંઅને એ વખતે જૂતા અને ચપ્પલ ન પહેરવા જોઈએ. કહેવાય છે કે સૂર્ય ભગવાનને જળ ચઢાવતા સમયે પાણીના પ્રવાહમાં સૂર્યદેવના કિરણોના દર્શન કરવું શુભ માનવામાં આવે છે.