લાભ પાંચમ 2022 થી 2023 સુધી આ 5 રાશિઓની થશે તરક્કી.બનશે કરોડોની સંપતિના માલિક

Uncategorized

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ દરમિયાન બારેય રાશિના જાતકોની ગ્રહ સ્થિતિ કેવી રહેશે? તેમની નાણાકીય સ્થિતિ, માનસિક સ્થિતિ, લગ્નજીવન અને દાંપત્ય, વ્યવસાય તથા આરોગ્ય કેવું રહેશે? તેની વિગતવાર માહિત જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી જાણીએ.

મેષ રાશિ: આ સમયગાળો તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. 30 ઓક્ટોબર 2023એ રાહુ રાશિ બદલી મીન રાશિમાં જશે, તે સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખાસ જરુર રહેશે. હવે વાર્ષિક ફળકથન પર થોડું વિસ્તારપૂર્વક ફળકથન કરીએ.

વૃષભ રાશિ: વર્ષની શરુઆતમાં શનિ તમારી રાશિથી નવમાં સ્થાને ગોચર કરશે, તે તમારે ભાગ્યમાં થોડી રુકાવટો આપી શકે છે, મહેનત વધારે ફળ ઓછુ, જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે. જે શનિ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં આવવાથી નોકરી-ધંધા ક્ષેત્રે શુભ પરિણામ મળી શકે છે.

મિથુન રાશિ: વર્ષની શરુઆતમાં શનિ તમારી રાશિથી આઠમાં સ્થાને પરિભ્રમણ કરી રહ્યા છે, જે એક અશુભ બાબત કહી શકાય, તમારે તમારું અને પરિવારના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડશે. સહેજ પણ કચાશ તમને ભારે પડી શકે છે. ડાયાબિટિસ, બીપી જેવા રોગો ન આવે તેનું ધ્યાન રાખવું અને ખોટા સાહસો ન ખેડવાની સલાહ છે.

કર્ક રાશિ: વર્ષની શરુઆતમાં શનિ તમારી રાશિથી સાતમી રાશિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. જે ભાગીદારી અને લગ્નજીવન સુમેળભર્યું સૂચવે છે. જાન્યુઆરી સુધી તમને ધંધા કે નોકરીમાં કોઈ વિશેષ લાભ મળી શકે છે. જાન્યુઆરી મહિનામાં ખર્ચા પર નિયંત્રણ જરુર રાખવું.

સિંહ રાશિ: વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી આઠમાં સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તેથી તમને સફળતા મળતા થોડી રાહ જોવી પડે. તમારા કાર્ય તમે નક્કી કરેલા સમયમાં ન પણ થઈ શકે.

કન્યા રાશિ: ગુરુ મહારાજ વર્ષની શરુઆતમાં તમારી રાશિથી સાતમા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તે ગુરુએ તમારામાં ધાર્મિકતામાં વધારો કર્યો છે. પરંતુ સાતમે ગુરુના કારણે પ્રેમ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો તમારે આ વર્ષે કરવો પડ્યો છે.

તુલા રાશિ: વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જે મોસાળ તરફથી તમને કોઈ સારા સમાચારની પ્રાપ્તિ કરાવી શકે છે.છુપા શત્રુઓથી સાવધાન રહેવું જરુરી છે.

વૃશ્ચિક રાશિ: આ વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી પાંચમા સ્થાને પરિભ્રમણ કરશે. પાંચમુ સ્થાન એ ગાઢ પ્રેમ અને અભ્યાસનું સ્થાન છે, વર્ષના અંતમાં મોસાળ તરફથી લાભ પ્રાપ્ત થશે.

ધનું રાશિ: વર્ષની શરુઆતમાં ગુરુ ગ્રહ તમારી રાશિથી ચોથા સ્થાનમાં ગોચર કરશે.આ સમયગાળા દરમિયાન તમે નવી મિલકત કે વાહન ખરીદી શકો છો.

મકર રાશિ: વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી ત્રીજા સ્થાને પરિભ્રમણ કરી રહ્યા છે. તે તમારા સાહસ અને મોટા ભાઈ-બહેનનો નિર્દેશ કરે છે.

કુંભ રાશિ: આ વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી બીજા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. ગુરુ ગ્રહના ગોચરના કારણે તમારે આ વર્ષે થોડા ખર્ચા થયા હશે અને ધનસંચય કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હશે

મીન રાશિ: વર્ષની શરુઆતમાં ગુરુ ગ્રહ તમારી રાશિમાં જ ગોચર કરશે. તેથી વર્ષની શરુઆત સકારાત્મક રહેશે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. 22 એપ્રીલ બાદ ગુરુ તમારી રાશિથી બીજા સ્થાનમાં ગોચર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *