Categories
ધાર્મિક

સ્વયંભૂ હહનુમાનને ટચ કરી આશીર્વાદ લઈ લ્યો.છોડીને જતાં નહીં.લાગશે મોટું પાપ.તમારા બધા દુખ દૂર થઈ જશે

સ્વામી ભક્તિ, કર્તવ્યનિષ્ઠા, બહાદુરી અને ચારિત્ર્યાવાનના તમામ ગુણ બજરંગબલી હનુમાનજીમાં જોવા મળતા હતા. પ્રભુ શ્રી રામની અનન્ય ભક્તિ થકી તેઓ આજે સંસારમાં પૂજનીય બન્યા છે. દેશભરમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો છે. ગુજરાતમાં અનેક સ્થળો પર સ્વયંભૂ હનુમાન મંદિર છે જેની કિર્તી દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. આજે અમે તમને શિહોરથી ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં આવેલા હનુમાનદાદાના ચમત્કારિક મંદિર વિષે જણાવીશું.

શ્રી ખોડીદાસ બાપા દ્વારા સ્થાપિત કરવામાં આવેલ આ મંદિરની અંદર સાક્ષાત જોળીયા હનુમાનજી બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર હનુમાનદાદાના દર્શન માત્રથી ભક્તોના તમામ દુખો દુર થઇ જાય છે. જોળીયાં હનુમાનજીના મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અહીં સેવા પૂજા કરતા મહારાજના કહેવા પ્રમાણે આ મંદિરની સ્થાપના મૂળ રાજસ્થાના રહેવાસી તેમના વડવાઓએ કરેલી છે.

રાજસ્થાનથી તેઓ પહેલા વલસાડ ખાતે રહેવા આવ્યા હતા અને જે બાદ તેઓ ખરકડી ગામની અંદર રહેવા લાગ્યા હતા. જે સમયે આ વડવાઓ એટલે કે ખોડીદાસ બાપા અહીંયા ગુજરાત આવ્યા ત્યારે હનુમાન દાદાની જોડી તેમની પાસે હતી અને ત્યારે આ ગામના લોકોએ તેમને ગામમાં જમીન પણ આપી હતી. આ સમયે ખોડીદાસ બાપુ પાસે દાદાની જોડી હતી જેને તેમને ખરકડી ગામમાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

ત્યારબાદ ગ્રામજનોની સહમતીથી દાદાની જોડીની ગામમાં સ્થાપના કરવામાં આવી હતી અને એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જોડીની સ્થાપના બાદ આ મંદિર જોળીયાં હનુમાનજીના મંદિરના નામથી જાણીતું બન્યું હતું. આજે પણ આ મંદિરની અંદર બિરાજમાન સાક્ષાત હનુમાનદાદાના દર્શન કરવા માટે આવે છે અને હનુમાનદાદાના આશીર્વાદ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *