લાભ પંચમ મુહૂર્ત,પૂજાવિધિ અને મહત્વ

Uncategorized

દિવાળીના તહેવારનો અંતિમ દિવસ એટલે કે લાભ પાંચમ અને લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે. લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારનું ખૂબ મહત્વ છે.દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.

આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે.

જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.

આ દિવસે વેપારીઓ,ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા અકાઉન્ટની શરૂઆત કરે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે.

વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *