સિંહ રાશિ : કેવું રહેશે તમારું નવું વર્ષ જાણો ?

Uncategorized

સિંહ રાશિના જાતકોમાં દૃઢતા, સાહસ અને ધૈર્ય ના ગુણ હોય છે. સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વ ક્ષમતા ખૂબ જ સારી હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ ઉકેલ શોધવાની હંમેશા કોશિશ કરતા રહેવી જોઈએ. સિંહ રાશિના લોકો સિદ્ધાંતવાદી પણ હોય છે પરંતુ પોતાના આ ગુણના કારણે જ ઘણીવાર પોતાનુ નુકસાન પણ કરી નાખે છે.

આ વર્ષે સિંહ રાશિના જાતકો ને જીવનના વિવિધ તબક્કાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકશો. આ વર્ષે તમારા ફેમેલી માં શાંતિ રહેશે અને તમે આખું વર્ષ પોઝિટિવ વિચારોથી ભર્યા રહેશો. કામ અને સંબંધોમાં પોઝિટિવ ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરશો.

સિંહ રાશિના સ્ટુડન્ટને શિક્ષણમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  બાળકોનું સ્વાસ્થ્ય તમારા માટે થોડી ચિંતાનું કારણ બની શકે છે માટે સાવચેતી રાખવી.  આ વર્ષ પ્રોપર્ટી ખરીદવા માટે ખુબજ સારો સમય સાબિત થઈ શકે છે. પરિણીત લોકોને બાળકો મળી શકે છે. તમારી સામાજિક સ્થિતિ ઘણી વધી શકે છે. આ સમય દરમિયાન તમારા ઘણી શુભ કાર્યો થવાના પણ યોગ છે.

સિંહ રાશિના લોકોને આ વર્ષે પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામ મળશે. આ વર્ષે ગુરુ તમારા સાતમા ભાવથી તમારા આઠમા ભાવમાં સંક્રમણ કરશે, જેના કારણે તમને વર્ષની શરૂઆતમાં પારિવારિક જીવનમાં સારા પરિણામો મળી શકે છે, જોકે એપ્રિલ મહિના પછી તમારે પરિવારના સભ્યો સાથે સમાધાન માટે પ્રયત્નો કરવા પડી શકે છે.

આ વર્ષે તમારી વાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો, તો જ તમને ફાયદો થશે. વર્ષના મધ્યમાં તમારે માતા-પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આ રાશિના કેટલાક લોકો પારિવારિક જવાબદારીઓ પૂરી કરવા માટે વર્ષના મધ્યમાં લાંબી રજાઓ લઈ શકે છે. વર્ષના અંતિમ મહિનામાં તમે માંગલિક કાર્યોમાં ભાગ લેશો અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો.

સિંહ રાશિના જાતકોને આ વર્ષે વિવાહિત જીવનમાં સારા પરિણામ મળી શકે છે. જેમના લગ્ન 2021માં થયા હતા તેમના જીવનમાં નવો મહેમાન આવી શકે છે. તમે તમારા જીવનસાથીને પૂરતો સમય આપશો, જેનાથી વિવાહિત જીવનની ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે.

સિંહ રાશિના લોકોને આ વર્ષે લવ લાઈફમાં સારા પરિણામ મળી શકે છે, જો કે તમારે તમારા પ્રેમી સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ. આ રાશિના કેટલાક લોકોને આ વર્ષે સાચો પ્રેમ મળી શકે છે. તમારા પ્રેમી ને એવી કોઈ વાત ના કરો જેનાથી મતભેદ થઈ શકે.

કરિયરના ક્ષેત્રમાં સિંહ રાશિના લોકોને વર્ષની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ એપ્રિલ પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને તમને ક્ષેત્રમાં સારા પરિણામો મળી શકે છે. જો તમે વિદેશી કંપનીઓમાં કામ કરો છો તો આ વર્ષે તમને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે અથવા તમને પ્રમોશન મળી શકે છે.

આ રાશિના જે લોકો વેપાર કરે છે તેમને આ વર્ષે વિદેશી સ્ત્રોતોથી લાભ થવાની સંભાવના છે. જો તમે સરકારી નોકરી કરો છો તો આ વર્ષની શરૂઆતમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વર્ષના મધ્યમાં તમે તમારા માતાપિતાના વ્યવસાયને આગળ લઈ જઈ શકો છો.

સિંહ રાશિના જાતકોએ આ વર્ષના મધ્યમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કારણ કે ગુરુ ગ્રહ તમારા સાતમા ઘરમાંથી તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે, તમને પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. માનસિક સમસ્યાઓના કારણે પણ તમારે પરેશાન થવું પડી શકે છે. જો કે, જો તમે યોગ-ધ્યાન કરો છો અને તમારા આહારનું ધ્યાન રાખો છો, તો તમને આ વર્ષે સારા પરિણામો મળી શકે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *