Categories
જ્યોતિષશાસ્ત્ર

વાર્ષિક રાશિફળ : દિવાળી 2022 થી દિવાળી 2023 સુધી કોને થશે મહાલાભ? કોને નુકશાન ? જાણો કેવું રહેશે તમારું નવું વર્ષ

મેષ રાશિ

દિવાળી ના પાવન અવસર પર મેષ રાશિના લોકોની  બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે, આ સાથે જ પૈસા અને સંપત્તિના મામલામાં પણ ખૂબ જ સારું રહેશે. વર્ષની શરૂઆતમાં મિલકતમાં લાભ થશે અને આ સાથે તમે નવું વાહન ખરીદી શકો છો.

વૃષભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ વૃષભ છે તેમના માટે દિવાળી શુભ રહેશે. વૃષભ રાશિના જાતકો ઉપર ધનની દેવી લક્ષ્મીની કૃપા રહેશે. અટવાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે. કેટલાંક લોકો તમારાથી નારાજ થઇ શકે છે.

મિથુન રાશિ

દિવાળીના માત્ર 2 દિવસ બાદથી જ તુલા રાશિમાં બુધનું સંક્રમણ મિથુન રાશિના લોકોનું ભાગ્ય સાથ આપવાનું શરૂ કરશે. તેમની લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવશે. આવક પણ વધશે. કરિયર અને બિઝનેસમાં પણ સારા પરિણામ મળશે.

કર્ક રાશિ

દિવાળી પછી કર્ક રાશિના લોકોને ધનલાભ થવાનો છે. કર્ક રાશિના જાતકોને બુદ્ધિ અને ભાગ્ય બંનેનો સાથ મળશે. તેમના અટકેલા કામ પણ પૂર્ણ થશે. આ સાથે માન સન્માન પણ વધશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. પૈસાના કારણે અટકેલા કામ હવે પૂરા થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને આર્થિક લાભની સાથે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. ઉપરાંત, તેમને નોકરી માટે મોટી ઓફર મળી શકે છે. ક્યાંકથી અચાનક ધનલાભ પણ થઈ શકે છે. તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. કાર્યમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. જાતકો માટે સારું સાબિત થશે. સંપત્તિમાં વધારો થશે. આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓ થી છુટકારો મળશે. ભાગ્યપ પુરેપુરો સાથ આપશે જેનાથી મેહનત નું ફળ મળશે. મિલકત ખરીદી શકશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે. વડીલના આશીર્વાદ બની રહેશે. રોકાણ કરવા માટે ખૂબ જ સારો સમય છે.

તુલા રાશિ

દિવાળી ના દિવસે શુભ સમાચાર મળવાની સંપૂર્ણ સંભાવના છે. આ રાશિના જાતકો માટે આકસ્મિક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. તુલા રાશિના જાતકો માટે શનિદેવ શુભ સમાચાર લઈને આવી રહ્યા છે. આ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિ માટે સારા સ્ત્રોતો બની રહ્યા છે જે આ રાશિના જાતકોને લાંબા સમય સુધી લાભ આપશે. આ રાશિના જાતકોના અટકાયેલ કામ પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ બની રહી છે. વિદેશથી સંબંધિત કોઈપણ વ્યવસાય કરનારાઓ માટે સમય અનુકૂળ રહેશે. જે લોકો મનોરંજન વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને પણ ફાયદો થશે. શિક્ષણના કાર્યમાં તમને સફળતા મળશે.

ધનું રાશિ

ધનુ રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ દિવાળી પર દૂર થશે. તે જ સમયે, લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. વેપારીઓને તેમના ધંધામાં મોટો ફાયદો થવાનો છે. પરિવારમાં અચાનક સારા સમાચાર મળી શકે છે. તમારા સારા કામ માટે તમને પ્રોત્સાહન મળશે.

મકર રાશિ

મકર રાશિના લોકોને કરિયરમાં લાભ મળશે. આ સાથે નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. ક્યાંકથી અચાનક ધન લાભ થઈ શકે છે. તમને નોકરીની ઓફર મળી શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. વેપારમાં પણ નફો થઈ રહ્યો છે. પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને આ દિવાળી આવતી દિવાળી સુધી એટલે કે આગામી એક વર્ષ સંપત્તિની લેવડદેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. સાથે જ રોકાણ મામલે સતર્ક રહેવું. કોઈની સાથે બગડેલા સંબંધો સુધરી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો ઉતાર ચડાવવાળા રહી શકે છે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે આગામી એક વર્ષ કરિયરની દ્રષ્ટિએ સામાન્યથી નિમ્ન રહેશે. જો તમે આ દિવાળીથી 2023ની દિવાળી સુધી કોઈ નવા વેપારની શરૂઆત કરવા માગતા હો તો સમય સારો નથી. સાથે જ નોકરિયાત વર્ગના લોકોને પ્રમોશનમાં અડચણ આવી શકે છે. જીવનસાથી સાથે આનંદ અને મૂંઝવણ બંને રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *