Categories
ધાર્મિક

ધનતેરસ પર આ કામ કરવાથી થશે વિશેષ લાભ.જાણો શ્રીક્રુષ્ણના નિયમો

ગણતરીના દિવસો બાદ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની શરૂઆત થવા જઈ રહી છે. દિવાળીના દિવસો દરમિયાન હિન્દુશાસ્ત્રમાં દાનને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે ધનતેરસમાં દિવાનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનતેરસ પર તો દિવાના દાનને યમરાજના ભયથી મુક્તિ અપાવવા વાળું કહેવામાં આવ્યું છે. પરંતુ દિવા દાનના કેટલાક નિયમ છે, જેનું પાલન કરવું ખુબ જરૂરી છે.

વિધિ વિધાનથી કરવામાં આવેલ દિવા દાન જ વ્યક્તિને મોક્ષ અપાવે છે. આજે અમે તમને એ જ નિયમ અંગે જણાવવા જઈ રહ્યા છે, જેનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં ઘણા ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. ધનતેરસ પર દીવડાનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ આ સિવાય અન્ય 13 સમયગાળામાં પણ કરી શકાય છે. આમાં સંક્રાંતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, વૈધૃતિ, વ્યતિપાત યોગ, ઉત્તરાયણ, દક્ષિણાયન, સમપ્રકાશીય, એકાદશી, શુક્લ પક્ષની ચતુર્દશી, તિથિ ક્ષય, સપ્તમી અને અષ્ટમીનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં કરવામાં આવ્યો છે.

આમાં રાજા યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબ આપતી વખતે ભગવાન કૃષ્ણએ સ્વયં દીવો દાન કરવાની તારીખ અને પદ્ધતિ જણાવી છે.ભવિષ્ય પુરાણમાં ભગવાન કૃષ્ણ કહે છે કે દીવડાના દાન માટે નિર્ધારિત શુભ દિવસોમાં વ્રત કરનાર સ્ત્રી કે પુરુષે પહેલા સ્નાન કરવું જોઈએ. આ પછી દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે પોતાના આંગણાની વચ્ચે ઘીનું વાસણ અને પ્રગટેલો દીવો રાખીને તેનું દાન કરવું જોઈએ.

ધરતી દેવતા અથવા અન્ય દેવતાઓને આપવામાં આવેલ દીવો રંગને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. દીવો ઘી કે તેલનો જ પ્રગટાવવો જોઈએ. વસા, મજ્જા વગેરે પ્રવાહી ધરાવતા દીવા પ્રગટાવવા જોઈએ નહીં. દીવો ઓલવવો કે હટાવવો જોઈએ નહીં. ભવિષ્ય પુરાણ અનુસાર જે દીવો ઓલવવા વાળો બેરો થઇ જાય છે અને દીવો ચોરી કરવા વાળા આંધાણા થઇ જાય છે. દીવો ઓલાવવું ટીકાકારક છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *