Categories
Uncategorized

ધનતેરસની સૌથી સરળ પૂજા વિધિ.આ રીતે કરો માં લક્ષ્મી અને ગણેશજીની પૂજા

  1. પૂજા કરતાં પહેલા અચૂક સ્નાન કરો ત્યારબાદ જ પૂજા કરો
  2. સૌપ્રથમ ઉત્તર દિશા અથવા ઇશાન ખૂણામાં સાથીઓ દોરો.તેના ઉપર ચોખા પધરાવો.ત્યારબાદ તેના પર લાકડાનો પાટલો મૂકો.ત્યારબાદ લાલ કપડું મૂકો અને તેના પર માં લક્ષ્મીની મુર્તિ અથવા ફોટો મૂકો.આ ફોટામાં બે બાજુ સફેદ હાથી અને ગણેશજી અને કુબેરજી પણ હોવા જોઈએ
  3. ત્યારબાદ પાંચ દેવ દુર્ગા,શિવ,વિષ્ણુ,ગણેશજી અને સૂર્યનું સ્થાપન કરો.પછી દીવો કરો
  4. હવે માં લક્ષ્મીને કપાળે કંકુનો ચાંદલો કરો.લક્ષ્મીજી સાથે બધા દેવને ચાંદલો કરો.પછી ચોખા લગાવો.ત્યારબાદ બધાને ફૂલ ચઢાવો.હાર પહેરાવો.પૂજા કરતી વખતે મંત્ર જાપ પણ કરતાં રહો
  5. પૂજા વિધિસર કર્યા બાદ નિવેધ ચઢાવો.ધ્યાન રાખો કે નિવેધમાં મરચું,મીઠું અને તેલ ના હોય.દૂધ અને તેમાં થોડું દહી નાખી તેમજ બે પાન તુલસીના નાખી ધરાવો.જે શુભ ગણાશે
  6. ત્યારબાદ માં લક્ષ્મીની આરતી કરો.આરતી બાદ કપૂર ની આરતી પણ કરો.આરતી કર્યા બાદ તેના પર એક ચમચી પાણી લઈને ફેરવો અને પ્રસાદી પણ ધરાવો પછી આરતી સૌપ્રથમ માં લક્ષ્મીને આપો.બાકીના દેવી દેવતાને આપો ત્યારબાદ ઘરના તમામ સભ્યોને
  7. તમારી આ મુખ્ય પૂજા થઈ જાય પછી તમે બાકીના દીવા કરો.
  8. પૂજા કર્યા પછી જ ફટાકડા ફોડો કે બીજાને મલો કે મીઠાઇ વેચો

યાદ રાખો કે દિવાળીના દિવસે ઘરમાં ગંદકી ના કરો.ઘરમાં તમામ ખૂણે સફાઈ રાખો.માં લક્ષ્મી આ રાતે વિચરણ કરવા નીકળે છે.ઘરના મુખ્ય દરવાજા આગળ રંગોળી પૂરો અને સાથીઓ પણ બનાવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *