Categories
ધાર્મિક

ધનતેરસના દિવસે ધન્વંતરિને ટચ કરી લ્યો.આખું વર્ષ ભરેલી રહેશે તિજોરી

હિંદુ ધર્મનો મોટો અને મહત્વનો તહેવાર નજીકના દિવસોમાં આવી રહ્યો છે. ત્યારે દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. આ વર્ષ દરમિયાન ૨૨ ઓક્ટોબરના રોજ ધનતેરસ છે. ધનતેરસ એટલે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા અને આરાધના કરવાનો દિવસ. ધનતેરસ પર સોના તેમજ ચાંદીના સિક્કાની ખરીદી સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવી છે. પરંતુ એ ઉપરાંત શાસ્ત્રોમાં ધનતેરસના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે,જેને અપનાવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. ધનતેરસ પર ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. એમની કૃપાથી ધન, સંપત્તિ સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે.

ધનતેરસ પર ધન્વંતરી સ્તોત્રનું ઘણું મહત્વ છે. મા લક્ષ્મી માત્ર ધન્વંતરી સ્તોત્રના જાપથી જ પ્રસન્ન નથી થતી, પરંતુ તેમની કૃપાને કારણે આખા વર્ષ દરમિયાન ક્યારેય ધનની કમી આવતી નથી. ભગવાન ધન્વંતરિનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો. એવું માનવામાં આવે છે કે ધનતેરસની રાત્રે જે પણ ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે તેના ઘરમાં ધનની કમી નથી રહેતી. ધનતેરસ પર ધન્વંતરી સ્તોત્રનો જાપ કરવાથી ઘર ધન અને અન્નથી ભરાઈ જાય છે. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ઘરની તિજોરી હંમેશા ભરેલી રહે છે.

ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ । સૂક્ષ્મસ્વચ્છતિહૃદ્યંશુક પરિવિલસન્મૌલિમ્ભોજનેત્રમ્. કલમ્ભોદોજ્જ્વલઙ્ગં કૃતિતતવિલાસકરૂપીતામ્બરધ્યમ્ । વંદે ધન્વંતરી નિખિલગદવનપ્રૌઢદાવાગ્નીલીલમ ઓમ નમો ભગવતે મહા સુદર્શનાય વાસુદેવાય ધન્વન્તરાયઃ અમૃતકલશ હસ્તાય, સર્વ ભયવિનાશાય, સર્વ રોગનિવારણાય ત્રિલોકપથાય ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુસ્વરૂપ શ્રી ધન્વન્તરિ સ્વરૂપ શ્રી શ્રી શ્રી ઔષધચક્ર નારાયણાય નમઃ ॥

જ્યોતિષીઓના મતે ધનતેરસની સાંજે ઉત્તર દિશામાં પૂજા માટે ચોકી તૈયાર કરો. ચોકી પર ભગવાન કુબેર, ધન્વંતરી અને મા લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ભગવાન ધન્વંતરીને પીળી વસ્તુઓથી બનેલી મીઠાઈઓ ચઢાવો. આ પછી ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરો અને આરતી કરો. પછી ધન્વંતરી સ્તોત્રનો પાઠ શરૂ કરો. અંતમાં તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ લો અને સુખ-સમૃદ્ધિની કામના કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *