ગુજરાતમાં નાના-મોટા અનેક મંદિરો છે. દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. આજે પણ દરેક મંદિરમાં દેવી-દેવતાઓ બિરાજમાન છે તેથી ભક્તો તેમના જીવનના તમામ દુ:ખ દૂર કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે. આજે અમે આવા જ એક મેલડી માતાના મંદિર વિશે વાત કરીશું જે મેલડી માતાનું આ મંદિર જસદણ જિલ્લાના ગઢડિયા ગામમાં આવેલું છે.
આ મંદિરની અંદર મેલડી માતા આજે પણ સાક્ષાત બિરાજમાન છે તેથી રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો મેલડી માતાના દર્શન કરવા માટે આવે છે. જીવનમાં જ્યારે પણ કોઈ ભક્તને દુઃખ આવે છે ત્યારે તે સૌથી પહેલા દેવતાનું સ્મરણ કરે છે. આજે આકાશી મેલડી માતાના આ મંદિરમાં પણ હજારો ભક્તો પોતાના દુખ લઈને આવે છે જે મેલડી માતાના શરણમાં માથું નમાવાની સાથેજ તેમના દુખો દુર થઇ જાય છે.
આપણે જાણીએ છીએ કે દરેક મંદિર સાથે પોતાનો એક ઈતિહાસ જોડાયેલો હોય છે. એમજ આ મેલડી માતાના મંદિર સાથે એક ઈતિહાસ જોડાયેલો છે. જેમાં વાત એમ હતી કે મેલડી માતાનું મંદિર હાઈવે પર આવેલ છે. આજથી ૧૪ વર્ષ પહેલા મંદિરની જગ્યાએથી એક હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે મંદિર રસ્તાની વચ્ચે આવતા અધિકારીઓએ મંદિરને હટાવી દેવાનું જણાવ્યું હતું.
પરંતુ ગ્રામજનોએ મંદિરને હટાવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેમની મેલડી માતા પ્રત્યેની શ્રદ્ધા અપાર હતી. પરંતુ એક અધિકારીએ આવેશમાં આવીને મેલડી માતાનો ફોટો ઉઠાવ્યો હતો. જે બાદ મેલડી માતાએ આ અધિકારીને પરચો આપ્યો હતો જેથી મંદિર એમનું એમ રહેવા દેવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અધિકારી આજે પણ મેલડી માતાના દર્શન કરવા માટે આવે છે. આ સાથેજ હજારો ભક્તો મેલડી માતાના દર્શન કરવા માટે આવે છે.