વાસ્તુ શાસ્ત્રમાં ગણેશજીની મૂર્તિ રાખવા કે સ્થાપિત કરવા માટે અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જો એ નિયમોનું પાલન કરશો તો ઘરમાં ગણેશજીની કૃપા બની રહશે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ભગવાન ગણેશને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર, ઘરમાં ગણેશની મૂર્તિ અથવા તસવીર હોવાથી ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે. સાથે જ ઘરમાં અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં ગણેશજીની મૂર્તિ રાખવા કે સ્થાપિત કરવા માટે અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જો એ નિયમોનું પાલન કરશો તો ઘરમાં ગણેશજીની કૃપા બની રહશે. વાસ્તુ અનુસાર ખાસ ઘરના ઉતર-પૂર્વ એટલે કે ઇશાન ખૂણામાં ગણેશજીની મૂર્તિ રાખવી ઉત્તમ ગણાય છે. ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. સાથે જ જે દિશામાં ભગવાન ભગવાન ગણેશની મૂર્તિ રખવામાં આવે છે એ દિશામાં કચરો ન ફેંકવો જોઈએ.
ઘરમાં સ્થાપિત કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ કરતાં ધાતુની મૂર્તિ કે માટી ની મૂર્તિ શુભ ગણાય છે. જે મૂર્તિમાં ગણેશજઈ બેઠેલ મુદ્રામાં હોય એવી જ મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરતાં સમયે એ વાત ઘ્યાનમાં રાખો કે ગણપતિની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ. ગણેશજીની ખૂબ મોટી પ્રતિમા ન હોવી જોઈએ. ગણેશજી સાથે ઉંદરની સવારી હોવી જોઈએ અને એમને લડ્ડુનો ભોગ ખાસ લગાવવો જોઈએ.
જો તમે ઘરમાં સૂર્યદેવની તસવીર રાખવા ઇચ્છો છો તો સૂર્યદેવ સાથે સાત ઘોડાની તસવીર લગાવો. આ તસવીર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તસવીરને પૂર્વ દિશામાં જ લગાવવી જોઇએ. તેનાથી ઘરમાં પોઝિટિવિટી વધે છે. પૂર્વ દિશાથી જ સૂર્યોદય થાય છે. એટલે સૂર્યદેવની તસવીર માટે આ દિશા શુભ રહે છે.