Categories
જ્યોતિષશાસ્ત્ર

ધનતેરસ પર આ 7 વસ્તુની ખરીદી ક્યારેય ન કરશો.થઈ જશો ગરીબ.જીવનમાં ક્યારેય લક્ષ્મી માતા પ્રસન્ન નહીં થાય

ધનતેરસના દિવસે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ભાગેય્જ જાણતા હશે કે ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા નથી અને ઘરની સમૃદ્ધિ અટકી જાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા કેટલીક એવી વસ્તુઓ વિષે જણાવીશું જેને ધનતેરસના દિવસે ક્યારેય ખરીદવી જોઈએ નહિ.

લોખંડની ખરીદી

ધનતેરસ દરમિયાન લોખંડની ખરીદીને અશુભ માનવામાં આવે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોખંડને શનિનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ શુભ દિવસે લોખંડની વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જો તમે લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ઘરમાં લાવો છો તો ઘરમાં દુર્ભાગ્યનો પ્રવેશ થાય છે.

કાચની ક્રોકરીની ખરીદી

સિરામિક કે કાચની વસ્તુઓ રાહુ સાથે સંબંધિત છે. તેથી ધનતેરસના દિવસે સિરામિક કે કાચની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે કાચની વસ્તુઓનો પણ ઉપયોગ કરવો પણ અશુભ માનવામાં આવે છે.

અણીદાર વસ્તુઓની ખરીદી

અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, તલવાર જેવી તીવ્ર અથવા તીક્ષ્ણ વસ્તુઓ ધનતેરસ દિવસે ખરીદી કરવી જોઈએ નહીં. આ દિવસે સોય પણ ન ખરીદો. આ વસ્તુઓ ઘરમાં અશાંતિ પેદા કરે છે.

કાળા રંગની વસ્તુઓની ખરીદી

ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. કારણ કે કાળા રંગની વસ્તુ ઘરમાં લાવવાથી ઘરનો દરિદ્રતા રૂપી અંધકાર દુર થતો નથી. આ સાથેજ કાળા રંગના વસ્ત્રો કે બુટ પહેરવા પણ અશુભ માનવામાં આવે છે.

પ્લાસ્ટિકની વસ્તુઓની ખરીદી

જ્યોતિષીઓ અનુસાર પ્લાસ્ટિક પૈસાને કામચલાઉ બનાવે છે. તેથી જો શક્ય હોય તો ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. જો તમે ધનતેરસના દિવસે ઘરમાં પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ લાવો છો તો તેનાથી ધનની સ્થિરતા અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.

તેલની ખરીદી

ધનતેરસના અવસર પર તેલ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે રસોડામાં ઓછામાં ઓછું તેલનો ઉપયોગ કરવો જોઈએ.

કારની ખરીદી

ઘણા લોકો ધનતેરસના દિવસ દરમિયાન કાર ખરીદવાની ઈચ્છા ધરાવે છે પરંતુ આ દિવસે કાર ખરીદવી અશુભ માનવામાં આવે છે. પરંતુ કાર ઘરે લાવવાના એક દિવસ પહેલા પેમેન્ટ કરી દેવું જોઈએ. મતલબ કે ધનતેરસના દિવસે તમે કાર લાવો છો તો પણ એડવાન્સ ચૂકવી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *