અગરબતીને સ્પર્શ કરીને ૐ લખવાથી જીવનમાં ચમત્કાર થાય છે.તમે પણ લખી જુઓ.ગણતરીના ક્લાકોમાં મનોકામના પૂરી થશે

Uncategorized

લગભગ દરેક પૂજામાં ધૂપ અને અગરબત્તી અવશ્ય પ્રગટાવવામાં આવે છે. આ પૂજા પછી મંદિરમાં થઈ રહી હોય કે ઘરમાં. ધૂપ અને અગરબત્તી વગર પૂજા અધૂરી ગણાય છે. ઘરમાં પ્રવેશ, ઉદઘાટન જેવા શુભ કાર્યોમાં પણ ધૂપ અને અગરબત્તીનો ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. લોકો પવિત્ર નદીઓના દર્શના કરતા સમયે દીપદાન કરવા સાથે અગરબત્તી લગાવીને જરૂર પૂજા કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું અંતે શા માટે કરવામાં આવે છે.

ધૂપ અને અગરબત્તીનો પ્રયોગ તેમની સુગંધને કારણે કરવામાં આવે છે. જેથી પૂજા દરમિયાન વાતાવરણ સુગંધિત રહે. વાતાવરણમાંથી નકારાત્મકતા દૂર રહે અને તેમના સ્થાને સકારાત્મકતા પ્રવેશ કરે. ધૂપ- અગરબત્તીથી ફેલાયેલી સુગંધ મનને શાંતિ આપે છે અને વ્યક્તિને ખૂબ જ સારું લાગે છે. આ વ્યક્તિના મનમાં શુદ્ધતા અને શાંતિ પણ લાવે છે. આ કારણોસર ધૂપ અને અરબત્તી બનાવવા માટે ઘણી પ્રકારની ઔષધિઓ અને ફૂલોમાંથી અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

વાતાવરણને આવું જ પવિત્ર સુગંધ કરવા માટે પૂજા-આરતીમાં કપૂર પણ સળવવામાં આવે છે. કપૂરની સુગંધ ઘણા વાસ્તુ દોષોને દૂર કરે છે. આ સાથેજ પૂજા દરમિયાન કપૂર સળગાવવાથી આસપાસનું વાતાવરણ પવિત્ર બને છે. એવું કહેવામાં આવે છે કે કપૂર સળગાવવાથી ઘણા રોગો પણ દુર ભાગે છે. આથી પૂજા આરતી દરમિયાન કપૂર પ્રગટાવવામાં આવે છે. કપૂર સળગાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

સૌથી મહત્વની બાબત એ છે કે ધૂપ અને અગરબત્તી પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. વિવિધ દેવી -દેવતાઓને અલગ -અલગ સુગંધ ગમે છે, તેથી તેમને તે જ સુગંધના ધૂપ અથવા અત્તર ચઢવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લક્ષ્મીજીને ગુલાબની સુગંધ ગમે છે અને શંકરજીને કેવડાની સુગંધ ગમે છે. તેથી પૂજા કરતી વખતે ભગવાનની પ્રિય સુગંધ સાથે વસ્તુઓનો પ્રયોગ કરવા પર ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *