ભારત દેશની અંદર અનેક ચમત્કારિક અને રહસ્યોથી ભરપુર મંદિરો આવેલા છે. ઘણા મંદિરોના રહસ્યો આજ દિન સુધી અકબંધ રહ્યા છે જે વૈજ્ઞાનિકો પણ ઉકેલવામાં અસફળ રહ્યા છે. આજે અમે તમને ભોપાલ પાસે રાયસેન રોડ પાસે સ્થિત કંકાલી માતાના મંદિર વિષે જાવીશું જે એક અદ્ભુત રહસ્યથી ભરેલ છે. શારદીય નવરાત્રીમાં અહીં ભક્તોની ભીડ લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે માં કાળીની મૂર્તિની ડોક ૪૫ ડિગ્રી ઝૂકેલી છે.
સવારે ૬ વાગ્યાથી મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં ભોપાલ, રાયસેન, સિહોર, વિદિશા સહિત આસપાસનાઆ ગામોમાં મોટી સંખ્યામાં લોકો માં કંકાલીના દર્શન માટે મંદિર આવે છે. સામાન્ય રીતે મંદિરમાં સ્થાપિત માં કંકાલી દેવીની મૂર્તિની ડોક ઝૂકેલી હોય છે પણ નવરાત્રી દરમિયાન અચાનક જ સીધી થઈ જાય છે. આ ચમત્કાર જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે.
એવું માનવામાં આવે છે કે જે ભક્ત નવરાત્રી દરમિયાન માંની ડોકને સીધી જોઈ લે છે તેના બધા જ કામો પૂરા થાય છે. માતાનું આ મંદિર રાયસેન જિલ્લાનાં ગુદાવલ ગમમાં સ્થિત છે. દેશની આ પહેલી એવી મૂર્તિ છે જેની ડોક ૪૫ ડિગ્રી ઝૂકેલી છે. આ મંદિરની સ્થાપના ૧૭૩૧ની આસપાસ થઈ હતી. આ મૂર્તિ ખોદકામ દરમિયાન જ મળી હતી. જોકે આ મંદિર અસ્તિત્વમાં ક્યારથી આવ્યું તેના પ્રમાણ મળતા નથી. વર્તમાનમાં આ મંદિરનું સ્વરૂપ ખૂબ જ ભવ્ય થઈ ગયું છે.
આ મંદિરના પરિસરમાં ધર્મશાળા, ગૌશાળા, સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના પણ થઈ રહી છે. આ કાળીમાંનું ખૂબ જ જૂનું મંદિર છે. અહીં માં કંકાલીની ૨૦ ભુજાઓવાળી આ મૂર્તિની સાથે સાથે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ પણ છે. આખું વર્ષ અહીં દૂર દૂરથી ભક્તો આવે છે. માન્યતા છે કે અહીં આવતા ભક્તોની ઈચ્છાઓ પૂરી થાય છે.