દેવ દિવાળી પર લક્ષ્મી દેવીને પ્રિય અપરાજીતાના ફૂલને ટચ કરો.પૈસાની તંગી થશે દૂર.ભાગ્ય ખૂલી જશે

ધાર્મિક

ગણતરીના સમય બાદ હિંદુ ધર્મનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર દિવાળી આવી રહી છે. ત્યારે દરેક ઘરની અંદર દિવાળીની ધામધૂમથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. દિવાળીનો તહેવાર એટલે માતા લક્ષ્મી અને ગણેશજીને પ્રસન્ન કરવાનો તહેવાર કહેવામાં આવે છે. આજે અમે તમને કેટલાક ઉપાયો વિષે જણાવીશું જે દિવાળીના તહેવાર દરમિયાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે.

દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે અપરાજિતા ફૂલનો ઉપયોગ કરવાનો છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને અપરાજિતા ફૂલ અતિપ્રિય છે. આથી દિવાળીના દિવસે માતા લક્ષ્મીને અપરાજિતાનું ફૂલ ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, અપરાજિતાનો છોડ દેવી લક્ષ્મીનો સૌથી પ્રિય છોડ છે અને તેનું ફૂલ માતાને વિશેષ પ્રિય છે.

દિવાળીના દિવસે પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને અપરાજિતાના ત્રણ ફૂલ ચઢાવો અને બીજા દિવસે આ ફૂલોને તમારા ઘરની તિજોરીમાં લાલ કપડામાં બાંધીને રાખો. આ ઉપાય કરવાથી ધનની અછત દૂર થાય છે અને બિનજરૂરી કામોમાં ધનનો વ્યય થતો નથી. અપરાજિતાના ફૂલોને એક વર્ષ સુધી તિજોરીમાં રાખો અને આ ઉપાય કરીને આવતા વર્ષે દિવાળી પર ફરીથી બદલી નાખો.

તિજોરી સિવાય આ ફૂલોને લાલ કાગળમાં લપેટીને પર્સમાં રાખવાથી પણ પૈસાનો ફાયદો થાય છે અને પર્સ ક્યારેય ખાલી થતું નથી.  ઘણા લોકો એ વાતથી પરેશાન હોય છે કે સારા પૈસા કમાયા પછી પણ તેમની પાસે પૈસા નથી હોતા અને તે ક્યાંક ખર્ચાઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે દિવાળીના દિવસે અપરાજિતાના ૫ ફૂલ લઈને દેવી લક્ષ્મીને અર્પણ કરો. બીજા દિવસે આ ફૂલોને નદીમાં ફેંકી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *