Categories
જ્યોતિષશાસ્ત્ર

મંગળ કરશે મિથુન રાશિમાં પ્રવેશ,દિવાળી પહેલા આ રાશિઓનું બગડી જશે બજેટ

દરેક ગ્રહ ચોક્કસ સમયાંતરે પોતાની રાશી બદલે છે. ગ્રહોની સ્થિતિ બદલાવાની અસર સીધી તમામ રાશીઓ પર જોવા મળે છે. ત્યારે મંગળ ૧૬ ઓક્ટોબરે મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. સાથે જ કેટલીક રાશિઓની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે આ રાશિઓને આર્થિક દ્રષ્ટિએ ખાસ્સું નુકસાન થઈ શકે છે. દિવાળીના તહેવાર પહેલા એવા ખર્ચ આવી શકે છે જે બજેટ બગાડી શકે છે અને આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે.

મિથુન

તમારી જ રાશિમાં મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે એવામાં આ ગોચર મિથુન રાશિના જાતકો માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. આ દરમિયાન તમે કેટલાક ખોટા નિર્ણય લઈ શકો છો. જેના કારણે ભારે નુકસાન થઈ શકે છે. મંગળના ગોચરના કારણે સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે. આવેશમાં કરેલા નિર્ણયો મોટા નુકસાન તરફ દોરી શકે છે. કોઈ કામમાં ઉતાવળ ના કરવી નહીં તો ભારે પડી શકે છે. ભાઈ-બહેનોનો સહયોગ હાલ ન મળતાં દુઃખી થશો. પરણેલા જાતકોના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે.

કર્ક

કર્ક રાશિના જાતકોના ૧૨મા ભાવમાં ગોચર થવાનું છે જે ખર્ચ, નુકસાન અને મોક્ષ દર્શાવે છે. આ ભાવમાં મંગળનું ગોચર થવાથી પ્રતિકૂળ ફળ મળી શકે છે. આ દરમિયાન ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કરિયરની દ્રષ્ટિએ પણ સમય ઉતાર-ચઢાવવાળો રહેશે. આર્થિક દ્રષ્ટિએ ખર્ચમાં ખાસ્સો વધારો થતો દેખાઈ રહ્યો છે. તમારા શત્રુ નુકસાન પહોંચાડી શકે છે. નાણાંકીય ખોટ વર્તાતા દેવું કરવું પડી શકે છે. મંગળના અશુભ પ્રભાવના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. દાંપત્ય જીવનમાં માનસિક તાણ પેદા થવાના સંકેત મળી રહ્યા છે. યાત્રાથી ધન કે સ્વાસ્થ્યની હાનિ થઈ શકે છે.

તુલા

તુલા રાશિના નવમા ભાવમાં મંગળનું ગોચર થતાં સ્વાસ્થ્ય અને ધન સંબંધિત સમસ્યા થઈ શકે છે. નોકરી કરતાં લોકોને એકાએક બદલી આપવામાં આવી શકે છે. જેના કારણે જીવનમાં પરેશાની વધી શકે છે. તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. હાલ કોઈપણ પ્રકારનું ધન ના રોકવાની સલાહ છે. હાલ જે રોકાણ કરશો તે નુકસાન કરાવી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધ બગડી શકે છે. નકારાત્મક વિચાર હાવી રહેશે. દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકો છો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીના આઠમા ભાવમાં ગોચર થવા જઈ રહ્યું છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં બાધાના સંકેત આપી રહ્યું છે. તમારે હાલ ધન પ્રાપ્તિ માટે ખાસ્સી મહેનત કરવી પડશે. ઓફિસમાં સહકર્મીઓનો સાથ નહીં મળે અને કરિયરમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. વાહન સંભાળીને ચલાવવું. દુર્ઘટનાનું જોખમ રહેલું છે. આંખ અને વાણી સંબંધિત મુશ્કેલી નડી શકે છે. દાંપત્યજીવનમાં પણ કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. તણાવ અને ચીડિયાપણું વધશે.

મીન

મીન રાશિના જાતકો પર મંગળના ગોચરનો અશુભ પ્રભાવ પડતાં જીવનમાં ઘણી ઉથલ-પાથલ સર્જાઈ શકે છે. સાતમા ભાવમાં મંગળના આવવાથી લવ લાઈફ અને દાંપત્ય સંબંધી મામલે અશુભ પરિણામ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધમાં કષ્ટ વધી શકે છે. જે લોકો લગ્ન કરવા અંગે વિચારી રહ્યા હોય તેમના માર્ગમાં નડતર આવી શકે છે. જે લોકો ભાગીદારીથી બિઝનેસ કરતાં હોય તેમને ગોચરના કારણે પ્રતિકૂળ ફળ પ્રાપ્ત થઈ શકે છે. પાર્ટનર સાથેના સંબંધ પર વિપરીત અસર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *