દિવાળીના દિવસે કરો આ પાંચ ઉપાય.થશે ધનવર્ષા

Uncategorized

પાંચ દિવસના મહાપર્વનો મુખ્ય તહેવાર આ વખતે ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ સોમવારના રોજ ઉજવાશે. દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે એટલે કે કારતક માસના કૃષ્ણપક્ષની અમાસે ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ બાદ રાવણનો વધ કર્યા બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં દીવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ ઉપરાંત દિવાળી પહેલાં લક્ષ્મી પૂજનનું વિધાન છે. આ દિવસે મા લક્ષ્મીની પૂજાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ દિવાળી પહેલાં લક્ષ્મી પૂજનના કેટલાંક ઉપાય વિશે જેને કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

દિવાળીના દિવસે એક પીપળાનું પાન તોડીને ઘરમાં લઇ આવો. આ પાન પર ઓમ મહાલક્ષ્મૈ નમ: લખીને પૂજા સ્થાન પર મુકી દો. દિવાળીની રાતે લક્ષ્મી પૂજન પહેલાં લવિંગ અને ઇલાયચીનું મિશ્રણ બનાવી લો. તે પછી તે તમામ દેવી-દેવતાઓને તિલક લગાવો.

આ પ્રયોગથી તમાને લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દિવાળી પર કિન્નરોને મીઠાઇઓ અને પૈસા આપીને બદલામાં કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો માગી લો. તેને તમારી તિજોરીમાં મુકી દો. ગરીબી દૂર કરવા માટે આ ઉપાય કારગર માનવામાં આવે છે.

વડના પાન પર હળદરથી સ્વસ્તિક બનાવીને તિજોરીમાં મુકો તેનાથી તમારી તિજોરીમાં ધન વધે છે. દિવાળીની રાતે તમારા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરો અને રાતે કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. ધન વૃદ્ધિમાં આ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે ધનતેરસના દિવસે વ્રત રાખો. વ્રતમાં ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવી તેમજ માતા લક્ષ્મીને મોગરા અને ગુલાબનું અત્તર અર્પિત કરવું. માન્યતા છે કે, આમ કરવાથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે.

જીવનમા હંમેશા પ્રગતિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હો તો દર શુક્રવારે ઘરની પાસે રહેલા કૂવામાં કાચું દૂધ નાખવું. માન્યતા છે કે, આમ કરવાથી નસીબ ચમકે છે અને પ્રગતિની સાથે ધન વૃદ્ધિ પણ થાય છે. તદ્દઉપરાંત કુંડળીમાં સ્થિતિ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે. દિવાળી સુધી તમને તેનો લાભ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *