Categories
જ્યોતિષશાસ્ત્ર

હનુમાનજીને આ કારણે ચડાવવામાં આવે છે સિંદુર.આટલું કરી લ્યો બધા સંકટ દૂર થશે

હનુમાનજી ને સંકટમોચન પણ કહેવામાં આવે છે. તેની પૂજા કરવા થી દરેક રોગ અને દુર્ઘટના થી રક્ષા મળે છે. તેથી કહેવામાં આવે છે કે, જીવન માં જ્યારે પણ ખરાબ સમય આવે કે કોઈ પરેશાની આવે તો બસ હનુમાનજી ની પૂજા કરવાથી અને તેનાં પાઠ કરવા થી આવું કરવાથી હનુમાનજી ની કૃપા મળે છે. અને સંકટ માંથી મુક્તિ મળે છે.હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે સિંદૂર અર્પિત કરવામાં આવે છે. જોકે હનુમાનજી ને સિંદૂર ખૂબ જ પ્રિય છે.

જેની જેનું કારણ છે કે, તેની મૂર્તિ સિંદૂર થી રંગેલી હોય છે. હનુમાનજી ને સિંદૂર આટલું કેમ પ્રિય છે, એનાથી જોડાયેલી એક કથા આ પ્રકારે છે.જ્યારે રામજી પોતાનાં પત્ની સીતાજી સાથે વનવાસ પૂરો કરી અને અયોધ્યા જતા હતા. ત્યારે ધૂમધામ થી રામજી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.હનુમાનજી પણ રામજી ની સાથે અયોધ્યા આવ્યા હતા. ત્યારે એક દિવસ સીતા માતા તૈયાર થઈ રહ્યા હતા. અને તેની માંગ સિંદુર થી ભરી રહ્યા હતા.

સીતા માતા ને સિંદૂર થી માંગ ભરતા જોઈને હનુમાનજી એ તેને સવાલ પૂછ્યો માં તમે તમારી માંગ સિદૂર થી કેમ ભરી રહયા છો.આ સવાલ નો જવાબ દેતા માત એ કહ્યું કે હું શ્રી રામજી ને પ્રેમ કરું છું અને તેનાં લાંબા આયુષ્ય માટે હું મારી માંગ સિંદુર થી ભરું છું. એવું કરવા થી પતિ નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હનુમાનજી એ  સીતા માતા ની આ વાત સાંભળી ને પૂરા શરીર પર સિંદુર લગાવી દીધું.ત્યાં જ દરબાર માં જ્યારે રામજી અને સીતા માતા બેઠા હતા.

ત્યારે હનુમાનજી તેની પાસે ગયા હનુમાનજી ને જોઈ અને રામજી અને સીતા માં હેરાન થઈ ગયા. કારણ કે, હનુમાનજી સિંદુર થી રંગાયેલા હતા. હનુમાનજી ને સિંદૂર રંગયેલા જોઈને રામજી એ તેને પૂછ્યું કે હનુમાનજી  તમે તમારા શરીર પર સિંદૂર કેમ લગાવ્યું છે.હનુમાનજી એ કહ્યું મેં સીતા માતા ને માંગ માં સિંદૂર લગાવતા જોયા અને મેં જ્યારે પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવી રહ્યા છો. ત્યારે તેમણે જણાવ્યું કે તમારા લાંબી આયુષ્ય માટે તેથી મેં વિચાર્યું કે જો થોડુક સિંદૂર લગાવવા થી તમારું આયુષ્ય વધી શકે છે.

તો હું સિંદૂર પુરા શરીર પર લગાવું  જેથી તમારું આયુષ્ય અને સ્વાસ્થ્ય હંમેશા માટે રહે. હનુમાનજી ની આ વાત સાંભળીને રામજી અને સીતાજી ને અહેસાસ થયો કે આખરે હનુમાનજી તેમને કેટલો પ્રેમ કરે છે. ત્યાર થી જ હનુમાનજી ને સિંદૂર ચઢાવવા ની પરંપરા ચાલી આવી છે.એવું માનવામાં આવે છે કે, હનુમાનજી ને સિંદૂર અર્પિત કરવા થી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

અને તમારી રક્ષા હનુમાનજી કરે છે.સિંદૂર ઉપરાંત હનુમાનજી ને સરસવ નું તેલ ચડાવવું ઉત્તમ ગણાય છે. સાથે જ હનુમાનજી ને ચમેલી નાં ફૂલ પણ ખૂબ જ પસંદ છે. તેથી હનુમાનજી ની કૃપા મેળવવા માટે તેને સરસવ નું તેલ, સિંદૂર અને ચમેલી નાં ફૂલ મંગળવાર નાં દિવસે જરૂર થી અર્પણ કરવા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *