રત્ન શાસ્ત્રમાં ૯ રત્નો અને ૮૪ ઉપરત્નો વિષે જણાવવામાં આવ્યું છે, આમાંથી અમુક રત્ન – ઉપરત્ન અત્યંત પ્રભાવી હોય છે. ફિરોઝા પણ આવા જ પ્રભાવી રત્નોમાનું એક છે. સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાના હાથમાં ફિરોઝા જડેલું હોય એવું બ્રેસલેટ પહેરે છે. વાદળી કલરનું આ રત્ન ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે અને જે લોકોને આ સૂટ થઇ જાય છે તેની રાતોરાત કિસ્મત પલટાઈ જાય છે. ફિરોઝા રત્ન ઓછી રાશિનાં જાતકો જ પહેરી શકે છે.
ઘનુ અને મીન રાશિનાં સ્વામી ગુરુ છે. એટલા માટે આ બે રાશિનાં જાતકો માટે આ રત્ન અત્યંત શુભ રહે છે. આ ઉપરાંત જે લોકોની કુંડળીમાં ગુરુ ઉચ્ચ હોય, એટલે કે સકારાત્મક સ્થિતિમાં હોય, તેઓ પણ આ રત્ન પહેરી શકે છે. અમુક મામલાઓમાં મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિનાં જાતકોને પણ ફિરોઝા અત્યંત શુભ ફળ આપે છે પરંતુ તેને ભૂલથી પણ હીરા સાથે ન પહેરવું જોઈએ. કોઈપણ રત્ન વિશેષજ્ઞની સલાહ લઈને જ ધારણ કરવું જોઈએ.
ફિરોઝા રત્ન પહેરવાથી વ્યક્તિને અપાર ફેમ અને પૈસા મળે છે.આ પ્રેમ સંબંધો માટે પણ મદદરૂપ સાબિત થઇ શકે છે અને દાંપત્ય જીવનની તકલીફોને પણ દૂર કરે છે. આ રત્ન આત્મવિશ્વાસ વધારે છે. સ્વાસ્થ્ય સારું કરે છે અને વ્યક્તિત્વને પણ આકર્ષક બનાવે છે. ફિરોઝા રત્નને ગુરુવાર, શુક્રવાર કે શનિવારે ધારણ કરવું જોઈએ. આ રત્ન ધારણ કરવાનો સૌથી શુભ સમય સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીનો છે. આ રત્નને ચાંદી કે તાંબામાં પહેરવું જોઈએ.
વિધિ વિધાનતથી આ રત્ન પહેર્યા બાદ ગુરુને અચૂક દાન કરવું જોઈએ. રત્ન શાસ્ત્ર અનુસાર પ્રેમ સંબંધી સંબંધો અને કરિયરમાં સફળતા મેળવવા માટે પીરોજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે.આ રત્ન ધારણ કરવાથી લોકપ્રિયતા અને મિત્રતા પણ વધે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ રત્ન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.