અહોઈ અષ્ટમી : સંતાન પ્રાપ્તિ માટે રાખવું જોઈએ આ વ્રત.અહોઈ માતા તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરશે

Uncategorized

સંતાનની રક્ષાનું પર્વ અહોઇ અષ્ટમી આ વર્ષે ૮ નવેમ્બરે છે. આ વ્રત કાર્તિક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ દિવસ માતા પોતાના સંતાનો માટે વ્રત કરે છે, જેથી તેના સંતાનોનું જીવન લાંબુ થાય. અષ્ટમીનું વ્રત રાખવાથી સંતાનના દરેક દુખ દુર થાય છે અને બાળકોનું કલ્યાણ થાય છે. અહોઇ એક શબ્દનું અપભ્રંશ સ્વરૂપ માનવામાં આવે છે. માતા પાર્વતી કોઇ પણ પ્રકારનું કષ્ટ ટાળે છે જેથી આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતા પાર્વતીની સાથે સેહ માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. અહોઇ અષ્ટમીના વ્રતના દિવસે સૂર્યોદયથી પૂર્વ સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે.

અહોઇ માતાની પૂજા માટે એક કાગળ પર લાલ માટીથી તેમનુ ચિત્ર બનાવવામાં આવે છે. સાથે જ શેરો (એક પ્રાણી)નું પણ ચિત્ર બનાવવામાં આવે છે. તે ચિત્રની સામે જળથી ભરેલો કળશ રાખવામાં આવે છે, બાદમાં ચોખાથી તેની પૂજા કરવામાં આવે છે. શીરો અથવા ગળ્યા પુડલાનો પ્રસાદ ધરાવવો જોઇએ. અહોઇ માતાની કથા સાંભળીને તારાઓને અઘ્ય આપીને વ્રતને પૂર્ણ કરવું જોઇએ. ૮ નવેમ્બર રવિવારે સાંજે ૫વાગીને ૨૬ મિનીટ, સાંજે ૬ વાગીને ૪૬ મિનીટ સુધી પૂજાનું શુભ મૂર્હુત છે.

અહોઇ વ્રતનું મહત્વ: આ વ્રતનું મહત્વ ખાસ છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનો માટે નિર્જળા ઉપવાસ રાખે છે અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. રાત્રે તારા જોયા બાદ આ વ્રત પૂર્ણ થાય છે. આ વ્રત દિવાળીના એક અઠવાડિયા પહેલા અને કરવાચૌથના ચાર દિવસ બાદ ઉજવવામાં આવે છે.

અહોઇ અષ્ટમીની કથા: પ્રાચીન સમયમાં એક નગરમાં સાહૂકાર રહેતો હતો તેના ૭ બાળકો હતા. દિવાળી પૂર્વે તેની પત્ની દિવાળી કામ કરી રહી હતી અને તે કોદાળીથી માટી ખોદવા લાગી હતી. તેમાં એક શેરાનું ઘર હતું, ભૂલથી તેના બાળકને કોદાળી વાગી ગઇ અને તે મૃત્યુ પામ્યુ. બાદમાં સાહૂકારના એક એક કરીને સાત પુત્રો મૃત્યુ પામ્યા. તે વિલાપ કરવા લાગી અને કહ્યું કે જાણી જોઇને મેં ક્યારેય કોઇ ખોટુ કાર્ય કર્યુ નથી બસ એક વાર ભૂલથી શેરાના બચ્ચાને મારાથી વાગી ગયુ અને તે મૃત્યુ પામ્યુ હતુ.

સ્ત્રીઓએ કહ્યું કે, તે આટલી વાત સ્વિકારી તેનાથી જ તારા અડધા પાપનો નાશ થયો છે. હવે તું માતા પાર્વતીના શરણે જા અને તેમની આરાધના કર તો તારુ કલ્યાણ થશે. બાદમાં સાહૂકારની પત્નીએ અહોઇ અષ્ટમીનું વ્રત રાખ્યુ, માતા પાર્વતીની પૂજા કરી અને તે દર વર્ષે તેમની પૂજા કરીને આ વ્રત કરતી. જેનાથી તેના સાતેય પુત્રો તેને પરત મળ્યા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *