જલારામ બાપાના ધામમાં 400 વર્ષ જૂના નાગદેવતા છે હાજરાહજૂર બિરાજમાન.સ્પર્શ કરી આશીર્વાદ લઈ લ્યો.તમારી બધી મનોકામના થશે પૂરી

Uncategorized

દેશભર સહીત ગુજરાત રાજ્યમાં પણ અનેક નાના મોટા મંદિરો આવેલા છે. આ દરેક મંદિરો ભક્તોની આસ્થા અને ભક્તિના કેન્દ્ર બની રહ્યા છે. દરેક મંદિરની અંદર દર્શન કરવા માટે આવતા ભક્તોના દુખ ભગવાન દુર કરે છે અને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરે છે. ત્યારે રાજકોટના વીરપુર ખાતે પણ આવુજ એક મંદિર આવેલું છે જ્યાં વર્ષ દરમિયાન હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.

રાજકોટના વીરપુર જલારામ ધામ ખાતે આવેલ એક પ્રાચીન નાગદેવતાનું મંદિર આજે ભક્તોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે વીરપુર ખાતે આવેલ આ નાગદેવતાનું મંદિર ૪૦૦ વર્ષ જુનું છે. તેથી આ મંદિરને શ્રી આહપાદાદાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મંદિરમાં નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને નાગપંચમીના દિવસે મંદિરમાં ભક્તોની ભીડ જામે છે.

એવું કહેવામાં આવે છે કે સાચા મનથી નાગદેવતાના દર્શન અને પૂજા કરવાથી નાગદેવતા તેમના બધા જ ભક્તોના દુઃખો દૂર કરે છે. નાગ દેવતાના મંદિરના અનોખા મહિમાની વાત કરવામાં આવે તો આ ગામનું એક પણ ઘર પૂજા કર્યા વગર અન્નનો એક પણ દાણો ખાતું નથી. આ મંદિરમાં પ્રસાદનો ખુબ જ અનોખો મહિમા રહેલો છે.આ મંદિરના પ્રસાદ વિષે એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરનો પ્રસાદ આરોગે છે તે કોઈ પણ વ્યક્તિને આજસુધી સાપે ડંખ માર્યો નથી.

તેથી નાગ પંચમીના દિવસે આખો દિવસ ભક્તો નાગ દેવતાના દર્શન કરવા માટે આવતા હોય છે, તે દિવસે મંદિરની આજુબાજુ મેળા જેવું લાગતું હોય છે. તેથી દર વર્ષે શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે નાગ દેવતાની ડાક ડમરુ સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને આખા ગામની મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવે છે, આથી ભક્તો મોટી સંખ્યામાં નાગ પંચમીના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *